બ્રહ્માંડમાં વધી રહ્યુ છે ‘કાસાર’ બ્લેકહોલનુ જોખમ, જીવન બચાવવાની નહી રહે તક…..

વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં સૌથી ઝડપથી વધી રહેલા બ્લેક હોલને શોધ્યો છે. તેના વિશે વિસ્તૃતમાં જણાવતા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે આ એક એવુ વિશાળ ખગોળીય પિંડ છે જે દર બે દિવસે સૂરજ જેટલા વજનના ખગોળિય પિંડને ગળી શકે છે.

‘કાસર’ નામથી શોધાયેલા આ બ્લેકહોલમાંથી નીકળનાર ઉર્જા વધારે અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી નીકળતી હોય છે સાથેજ તેમાં એક્ષરે કિરણો પણ હોય છે. તેમણે એ પણ જણાવ્યુ કે જો આ પૃથ્વી સમક્ષ સ્થિત દૂધિયા આકાશગંગાની પાસે સ્થાપિત થઈ જાય તો તેમાંથી નિકળનાર મહત્તમ હાનિકારક અને ઝેરિલી ઉર્જાથી ધરતી પર જીવન બચવાની કોઈ આશા નહી રહે.

વૌજ્ઞાનિકોએ 120 વર્ષથી વધારે સંશોધન કર્યુ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ કાળા અંધારામાં અંધકારમય હતુ. તે દરમ્યાન વિશાળ બ્લેકહોલનો આકાર 20 અરબ સૂરજ જેટલુ હતુ. દર 10 વર્ષે તેમાં એક ટકાના દરથી તેના આકારમાં વધારો થતો રહ્યો. પણ હમણાના વર્ષોમાં તેના આકારમાં ઝડપથી વૃદ્ધી થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયન નેશનલ યૂનિવર્સીટીના ક્રિશ્ચિયન વોલ્ફે કહ્યુ કે આ બ્લેકહોલનો આકાર ઘણો ઝડપથી વધી રહ્યો છે અને એક સમગ્ર આકાશગંગા કરતા હજારો ઘણી વધારે તેની ચમક છે. તેમણએ કહ્યુ કે પ્રત્યેક દિવસે આ જેટલી માત્રામાં ગેસનું શોષણ કરે છે તેનાથી બ્રહ્માંડમા ગરમી ઝડપથી વધી રહી છે. તેની ચમક એટલી વધારે હશે કે તે આકાશમાં રહેલા તમામ તારાઓની ચમકને ખતમ કરી શકે છે.

You might also like