ટૂરિસ્ટ સાવધાન! આ છે દુનિયાના ખતરનાક સ્થળો

દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે જોખમથી ઘેરાયેલી છે. કેટલાક લોકો આવી જગ્યાઓ પર જવાનો શોખ રાખે છે તો કેટલાક લોકો આવી જગ્યા પર જતાં ડરે છે. આજે અમે તમને એવી 5 જગ્યાઓ માટે જણાવીએ છીએ જ્યાં જવા માટે ગણું જોખમ છે.

1. ઓસ્ટ્રેલિયાનો રેગિસ્તાન વિસ્તાર
ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારો ઘણી ખતરનાક છે, જેમ કે રેગિસ્તાન અને બંજર વિસ્તાર. રેગિસ્તાનની કડકતી ગરમી અને ત્યાંના કીડા માણસને મારવા માટે ઘણા છે. આ ઉપરાંત આ વિસ્તાર પાણીમાં રહેનારા મગર ગમે ત્યારે બહાર આવીને તમારી પર હુમલો કરી શકે છે.

2. કેપટાઉન
સાઉથ આફ્રિકાનું શહેર કેપટાઉન પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતું છે, પરંતુ અહીંયા ચોરી વધારે થાય છે. પ્રશાસન ટૂરિસ્ટોને રાતે ક્યાંય ન જવા માટે કહે છે.

3. બગદાદ
આતંકીઓ માટે જાણીતું શહેર બગદાદમાં જો તમે ના જોવ તો સારું છે. આ શહેરમાં આજે પણ લોકો બૂલેટ પ્રૂફ કાર લઇને બહાર નીકળે છે.અહીંયા ફક્ત ”આંતરરાષ્ટ્રીય ગ્રીન ઝોન”ને સુરક્ષીત માનવામાં આવે છે.

4. ઇસ્ટ સેન્ટ લુઇસ
ઇસ્ટ સેન્ટ આખી દુનિયામાં સૌથી વાયલેન્ટ સિટીના નામથી ઓળખાય છે.અહીં ક્રાઇમ સૌથી વધારે થાય છે.

5.ન્યૂક્લિયર સિટી અથવા સિટી ઓફ પીપયત
યૂક્રેનના ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં 1986માં ધડાકો થયો હતો. આ પ્લાન્ટ યૂક્રેનની પીપયત સિટીમાં હતો. ધડાકો થયાં બાદ અહીંયા પર રેડિએશન વધારે ફેલાઇ ગયા હતાં. આજે પણ અહીંયા રેડિએશનનો પ્રભાવ દેખવામાં આવે છે, જેના કારણે આખું શહેર આજે પણ વિરાન છે.

You might also like