દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

728_90

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને પાટનગર દિલ્હીમાંથી ત્રણ શાર્પશૂટરની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર આ ત્રણેય શાર્પશૂટર દ‌ક્ષિણ ભારતના સામાજિક અને ધાર્મિક સંગઠનોના કેટલાક સભ્યોને ફૂંકી મારવાની યોજના ઘડી રહ્યા હતા. આ શાર્પશૂટરમાં ટ્રેનિંગ લઇ ચૂકેલ એક અફઘાન નાગરિકનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ પ્રજાસત્તાકદિન પહેલાં બે વરિષ્ઠ નેતાઓને મારી નાખવાની કામગીરી સોંપી હતી.

ઇન્ટેલિજન્સ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓપરેશનના માસ્ટર માઇન્ડની ઓળખ પાકિસ્તાનના અન્ડરવર્લ્ડ ડોન રસુલખાન પાટી તરીકે કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસુલખાન જ ર૦૧૩માં હત્યા કરાયેલ ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાનો મુખ્ય કાવતરાખોર હતો.

ધરપકડ કરાયેલા ત્રણ શખ્સોમાં એક અફઘાનિસ્તાનનાે નાગરિક વલી મોહંમદ સબેફી છે, જેના પિતાનું નામ સબીર છે. તે અફઘાનિસ્તાનના મજાર-એ-શરીફનો રહેવાસી છે. આ ઉપરાંત શેખ રિયાઝુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અલામી જે દિલ્હીના મદનગીર વિસ્તારમાં રહેતો હતો તેનો પણ સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલી ત્રીજી વ્યકિત કેરળના કાસરગોડની વતની છે અને તેનું નામ મુહાસીમ ઉર્ફે તસ્લીમ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંથી બેની ત્રણ દિવસ પહેલાં નિઝામુદ્દીન નજીક શસ્ત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આમાંથી એક પાસેથી આઇફોન પણ મળ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે આ સા‌િજશના પર્દાફાશના પગલે દિલ્હીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પોલીસ દ્વારા ત્રણેય શખ્સની પ્રાથમિક તપાસમાં એવું જાહેર થયું છે કે આ ત્રણેય દ‌િક્ષણ ભારતનાં સામાજિક અને ધાર્મિક સંગઠનો પર આતંકી હુમલા કરીને તેના વડાઓને ઉડાવી દેવાની સા‌િજશ રચી રહ્યા હતા. તેઓ તેમની હત્યા દ્વારા સમગ્ર દેશમાં હડકંપ મચાવવા માગતા હતા.

You might also like
728_90