આમિરની ‘દંગલ’નું બીજું ગીત ‘ધાક્કડ’ થયું રિલીઝ, શું તમે જોયું?

મુંબઈ: બોલીવુડ એક્ટર આમિર ખાનની આગામી ફિલ્મ દંગલનું બીજું ગીત 23 નવેમ્બરના રોજ રીલિઝ થઈ ગયું છે. ગીતનો આ વીડિયો યુટ્યૂબ પર રીલિઝ કરવામાં આવ્યો છે. ગીતના બોલ છે ‘એસી ધાક્કાડ હૈ’. ફિલ્મના ટ્રેલરની જેમ આ ગીત તમને ઘણું ગમશે. ગતીના બોલ અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યા છે.

ગીતમાં પહેલવાન મહાવીર સિંહ ફોગટનું પાત્ર ભજવી રહેલા આમિર ખાન પોતાની બે દીકરીઓ ગીતા અને બબીતાને રેસલર બનાવવા માટે તેઓનો ઉત્સાહ વધારતા નજરે પડી રહ્યા છે. સાથે જ આ ગીતમાં બતાડવામાં આવેલી છોકરીઓને પણ કમ આંકવી ન જોઈએ. ગીતમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ બંને બહેનો દિવસરાત મહેનત કર્યા પછી કુશ્તીમાં છોકરાઓને ધૂટ ચટાડી દે છે.

નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 23 ડિસેમ્બરના રોજ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પહેલું ગીત હાનિકારક બાપુમાં આમિર પોતાની દીકરીઓના સારા ભવિષ્ય માટે સ્ટ્રિક્ટ બતાવવામાં આવ્યો છે.

You might also like