પબ્લિક રિવ્યૂ ‘દંગલ’: વિચારતા કરી મૂકે તેવી હૃદયસ્પર્શી ફિલ્મ…!

સામાન્ય રીતે વર્ષમાં એક જ ફિલ્મ કરવા માટે જાણીતા આ‌િમર ખાને લગભગ બે વર્ષના વિરામ બાદ ‘દંગલ’થી સ્ક્રીન પર ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. ડિસેમ્બર- ર૦૧૪માં તેની ‘પીકે’ ફિલ્મે રેકોર્ડ તોડી નાખ્યા હતા. હરિયાણાના જાણીતા કુસ્તીબાજ, સિનીયર અોલિમ્પિક કોચ અને દ્રોણાચાર્ય અેવોર્ડ વિજેતા મહાવીરસિંહ ફોગટ અને તેની પુત્રીઅો ગીતા-બબીતાના સંઘર્ષની કથા કહેતી આ ફિલ્મ હૃદયસ્પર્શી અને વિચારતા કરી મૂકે તેવી છે. ઉલ્લેખનીય છે કે ગીતા ફોગટે ૨૦૧૦ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વિમેન્સ રેસલિંગમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને અોલિમ્પિક્સમાં ક્વોલિફાઈડ થઈ હતી. બબીતા કુમારીઅે ૨૦૧૨ની વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

શરૂઆતથી જ ફિલ્મની સ્ટોરી સ્ટ્રોંગ લાગે છે. એક્ટિંગની વાત કરવામાં આવે તો ‘દંગલ’માં આમિર ખાનની એક્ટિંગ સૌથી સારી છે. અા‌િમરે તેની છોકરીઓને પહેલવાન બનાવવા સખત મહેનત કરાવી છે. આ ફિલ્મ ફેમિલી ઑડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
રિદ્ધિ કંથારિયા, મણિનગર

‘દંગલ’ ફિલ્મ સુપરહિટ થશે અને તેની સ્ટોરી લાઈન પણ ખૂબ જ સુંદર છે. આ ફિલ્મમાં આમિર ખાનનું પર્ફોર્મન્સ છેલ્લી ફિલ્મો કરતાં ઘણું સારું છે. આ ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય તેવી છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
વૈશાલી મિસ્ત્રી, મણિનગર

ફિલ્મનું ડિરેક્શન કમાલનું છે. રિયલ લોકેશન્સનું શૂટિંગ જોવા મળે છે. ડિરેક્ટર તરીકે નીતેશ તિવારીની આ બહુ મોટી ફિલ્મ છે, જેમાં તેમણે ગજબનું કામ કર્યું છે. અા‌િમર તેમજ ચાર છોકરીઓએ આ ફિલ્મમાં સુપર એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
કૃણાલ કંથારિયા, મણિનગર

આમિર મારો ફેવરિટ હીરો છે. તેથી હું આમિરની બધી જ ફિલ્મ જોઉં જ છું, પણ આ ફિલ્મ બીજી નવી ફિલ્મો કરતાં બેસ્ટ છે. અા‌િમરની એક્ટિંગ સુપર છે. આમિર અને છોકરીઓ વચ્ચે જે ડાયલોગ હતા તે હૃદયસ્પર્શી હતા. હું ફિલ્મને 4 સ્ટાર આપીશ.
શેફાલી દીક્ષિત, વસ્ત્રાપુર

‘દંગલ’ ફિલ્મની સ્ટોરી સારી છે. ફિલ્મમાં ડાયરેક્ટર-આમિર અને અન્ય કલાકારોએ ઘણું સારું કામ કર્યું છે. ફિલ્મનાં એક્શન-મ્યુઝિક મને પસંદ આવ્યાં. ફિલ્મ તમને ઈમોશનલ પણ કરે છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
નીરવ પંડ્યા, બોડકદેવ

‘દંગલ’ ફિલ્મ નીતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આમિર ખાન પહેલવાનના રોલમાં બંધ બેસે છે. ફિલ્મમાં સ્ટાર્સનાં પર્ફોર્મન્સ-મ્યુઝિક, સ્ટોરી માટે પણ ‘દંગલ જોઇ શકાય તેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.
વનરાજસિંહ રાઠોડ, થલતેજ

આમિર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રે‌િનંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ મા-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે. આમિરની જેવી એન્ટ્રી થઈ કે લોકો ચિચિયારી પાડે છે. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ.
સૌરભ ઉપાધ્યાય, ઇસનપુર

ફિલ્મનું મ્યુ‌િઝક શાનદાર છે. ફિલ્મનું મ્યુ‌િઝક સ્ટોરીની સાથે-સાથે ચાલે છે. દરેક સોંગ સ્ટોરીનો ભાગ છે અને સ‌િટક છે. ફિલ્મમાં લોકેશન્સનું શૂટિંગ સુપર જોવા મળે છે. ફિલ્મમાં આમિર ખાનનું પર્ફોર્મન્સ શાનદાર છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
ભાર્ગવ કોડીનાર, બોડકદેવ
http://sambhaavnews.com/

You might also like