‘દંગલ’ ગર્લ જાયરા વસીમને મળ્યું બોલીવુડનું સમર્થન, જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ: આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતનારી અભિનેત્રી જાયરા વસીમને લઈને સોશિયલ મીડિયા પર દંગલ જામ્યું છે. જાયરાએ સોમવારે એક ખુલ્લો પત્ર લખીને મહેબૂબા મુફ્તી સાથેની મુલાકાત પછી સોશિયલ મીડિયા પર માફી માંગી હતી.

હકીકતમાં જાયરાએ કેટલાક દિવસો પહેલા મહેબૂબા સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકની તસ્વીર વાયરલ થયા પછી જ શ્રીનગરમાં રહેનારી જાયરાએ સોશિયલ મીડિયા પર લોકોએ જોરદાર ટ્રોલ કર્યો હતો. કેટલાક અલગાવવાદી તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા.

જાયરાએ હવે માફીનામુ હટાવી દીધું છે. તેમણે લખ્યું હતું કે હાલમાં જ હું કેટલાક લોકોને મળી છું, એનાથી કેટલાક લોકોને ખોટું લાગી રહ્યું છે. હું એ લોકોથી માફી માંગુ છું. મારો ઇરોદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું તેઓને જણાવવા ચાહું છું કે હું તેઓની ભાવનાની કદર કરું છું.

જણાવી દઈએ કે જાયરા મુખ્ય રીતે કાશ્મીરી છે. કેટલાક દિવસો પહેલા જ તેમણે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જાયરાના વખાણ કરતા કહ્યું હતું કે જાયરા બોલીવુડની સાથે શિક્ષાના ક્ષેત્રમાં નામ ચમકાવવામાં સફળતા મેળવી છે.
જ્યારે જાયરાને બોલીવુડની અનેક હસ્તિઓનું સમર્થન મળ્યું હતું. જાવેદ અખ્તરે લખ્યું કે જે લોકો ધાબા પર ઊભા રહીને સ્વતંત્રતાની બૂમ પાડે છે, તેઓને આઝાદીની કોઈ પરવા નથી. બિચારી જાયરા વસીમને પોતાની સફળતા માટે માફી માંગવી પડી. શર્મનાક.

You might also like