ડાંગ: વઘઈ ચેક ડેમમાં ન્હાવા પડેલ 9 યુવાનો તણાયા, 4ના મોત, પાંચનો બચાવ

ડાંગના વધઈ ખાતે ચેક ડેમમાં નાહવા પડેલા યુવકોમાંથી 4 યુવકોના મોત થયા છે. માયાદેવી નજીક ચેકડેમાં સુરતના રહેવાસી 9 યુવકો નાહવા પડયા હતા. જો કે પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે યુવકો તણાયા હતા અને તેમાથી 4ના મોત થયા છે.

જ્યારે અન્ય પાંચને બચાવીને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવકોના પરિવાર જનોમાં ચિંતાનું મોજુ ફરી વ ળ્યું છે. જ્યારે મૃતક યુવાનોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ચૂકી છે.

ડાંગના વધઇમાં ચેકડેમમાં 9 યુવકો ડૂબ્યા
માયાદેવી નજીકના ચેકડેમમાં નાહવા પડેલ યુવકો ડૂબ્યા
ચેકડેમમાં નાહવા પડેલ યુવકો પાણીના પ્રવાહમાં તણાયા
ચાર યુવકનો ચેકડેમમાં ડૂબી જવાથી મોત
પાંચ યુવકોને બચાવી લેવાયા
પાંચેય યુવકોને વ્યારા સારવાર અર્થે ખસેડાયા
તમામ યુવકો સુરતના રહેવાસી

You might also like