‘ડાન્સિંગ અંકલ’ સુનીલ શેટ્ટીને મળ્યાઃ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી

મુંબઇ: સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની ચૂકેલા ‘ડાન્સિંગ અંકલ’ની ચર્ચા આજકાલ ચારે બાજુ સાંભળવા મળે છે. પોતાના લાજવાબ ગોવિંદા સ્ટાઇલ ડાન્સિંગથી તેમણે દેશવાસીઓને દીવાના બનાવી દીધા છે. અહીં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ તેમના વખાણ કર્યાં છે. તો બીજી તરફ રવિના ટંડન, અર્જુન કપૂર, દિવ્યા દત્તા અને ખુદ ગોવિંદા જેવા સ્ટાર તેમનાં દિલ ખોલીને વખાણ કરતાં જોવા મળ્યાં.

પોતાના ડાન્સનેા લીધે બોલિવૂડમાં પણ લોકપ્રિય થઇ જનાર ‘ડાન્સિંગ અંકલ’ પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવે અભિનેતા સુનીલ શેટ્ટી સાથે મુલાકાત કર્યા બાદ આ ટ્વિટ શેર કરી. સુનીલ શેટ્ટીના ખાસ આમંત્રણ પર સંજીવ તેમને મળવા મુંબઇ પહોંચ્યા હતા. આ ટ્વિટ ઘણી વાર રિટ્વિટ પણ કરાયું છે અને તેને ઘણા લાઇક પણ મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થયા બાદ પ્રો.સંજીવ શ્રીવાસ્તવે પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ બનાવી લીધું છે. થોડા જ સમયમાં તેમના ૮,૦૦૦ જેટલા ફોલોઅર્સ પણ થઇ ગયા. સંંજીવ સતત કંઇક ને કંઇક અપડેટ કરી રહ્યા છે. ઘણા લોકોએ તેના પર કોમેન્ટ પણ કરી છે.

આ ‌‌િસલ‌િસલો હજુ જારી છે. સંજીવે ટ્વિટર પર એક નવો વીડિયો પણ શેર કર્યો છે. તેના દ્વારા તે સલમાન અને ગોવિંદાને ચેલેન્જ કરતાં દેખાય છે. આ વીડિયોમાં સંજય ફિલ્મ ‘પાર્ટનર’નું સોંગ ‘સોણી દે નખરે…’ પર ડાન્સ કરતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના વિદિશામાં રહેનારા સંજીવ શ્રીવાસ્તવનો જે વીડિયો જોઇને બધાં તેમના ડાન્સિંગના દીવાના થયા છે તે તેમના કોઇ પારિવારિક લગ્નનો છે. સંજીવ હાલમાં ભાભા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ભોપાલમાં પ્રોફેસરના પદ પર છે. લોકો તેમને પ્રેમથી ડબ્બુ કહીને બોલાવે છે. તેમના બે વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે.

You might also like