ખેડુતોનાં હીતો માટે નથી બનાવાયા મહારાષ્ટ્રનાં ડેમ : રાધામોહન સિંહ

નવી દિલ્હી : લોકસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન દુષ્કાળ મુદ્દે પક્ષ અને વિપક્ષની વચ્ચે શબ્દબાણ ચાલ્યા હતા. આ દરમિયાન કૃષીમંત્રી રાધામોહન સિંહે આરોપ લગાવ્યો કે સંપ્રગ શાસન દરમિયાન મહારાષ્ટ્રમાં સિંચાઇ યોજનાઓમાં નાણાની લહાણી થઇ છે જેનું સત્ય સામે આવવું જોઇએ. પ્રશ્નકાળ દરમિયન ઉઠેલા સવાલોનાં જવાબો આપતા કેન્દ્રીયમંત્રીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. શિવસેનાનાં એક સભ્ય દ્વારા પુછવામાં આવ્યું કે શું મરાઠાવાડાનાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને રાહત આપવામાં આવશે.

રાધામોહન સિંહે જણાવ્યું કે મરાઠાવાડામાં સૌથી વધારે ડેમ બનાવવામાં આવ્યા પરંતુ આ તમામ ખાંડની મિલોનાં હિતોના પોષણ માટે થયું અને ખેડૂતોને તેનો કોઇ જ લાભ ન મળ્યો. ખેડૂતોનાં હિતમાં કોઇ જ કામ નથી થયું. તેમણે કહ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઇએ જેથી સત્ય સામે આવે. મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં સિંચાઇ યોજનાઓનાં પૈસા વહેંચાયા છે. કૃષીમંત્રીએ કહ્યું કે પહેલાથી જ શિરસ્તો રહ્યો છે કે રાજ્યોને મોડા પૈસા આપવામાં આવતા હતા.

મનરેગાનાં પૈસા રાજ્યોને મોડા મળતા હતા. તે જુલાઇ ઓગષ્ટનાં માસમાં આપવામાં આવતા હતા. તેમણે કહ્યું કે અમે પ્રયાસ કર્યો કે બજેટનાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે પરંતુ તત્કાલ પછીથી પૈસા પણ મળવા જોઇએ. આ અંગે રાજ્યો સાથે ચર્ચા કરી છે. જુની પદ્ધતીઓમાં રહેલી વિસંગતીઓ દુર કરવા માટેનાં પ્રયાસો કરાઇ રહ્યા છે. સિંહે કહ્યું કે જ્યાં સુધી તેલંગાણાનો સવાલ છે ખરીફ સમયે જાહેરાત થઇ કે રાજ્યોને રકમ આપી દેવાઇ છે. દુષ્કાળગ્રસ્ત 10 રાજ્યોને 2016-17નાં માટે કેન્દ્ર તરફથી મળતા નાણાનો પહેલો હપ્તો મોકલી દેવામાં આવ્યો છે.

You might also like