રાજકોટની પટેલ સ્કૂલનું કૌભાંડ, ડમી વિદ્યાર્થીઓના નામે સરકારી ગ્રાન્ટ મેળવી

રાજકોટની સ્કુલોમાં સરકારી ગ્રાન્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સ્કૂલો દ્વારા ડમી વિધાર્થીઓ બતાવી સરકારી ગ્રાન્ટ મેળવાતી હતી તેવું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટની એક પટેલ કુમાર વિધાલયે ગ્રાન્ટ મેળવી હોવાનો પર્દાફાશ થયો છે.

આ સ્કૂલમાંથી 25 જેટલા બોગસ વિધાર્થીઓના નામ જાહેર થયા છે. આ સ્કૂલ મામલે ફરિયાદ થઈ હોવાથી DEOએ તપાસ હાથ ધરતા આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને પટેલ વિધાલયમાં દર્શાવવામાં આવ્યા હતા.

DEO દ્વારા આ સ્કૂલના ડમી વિધાર્થીના નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. સરકારમા સમગ્ર મામલે રિપોર્ટ મંગાવાયો છે. જો કે હવે સરકાર દ્વારા તપાસ કરાશે તો અન્ય સ્કૂલોના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.

You might also like