દાંબુલા વનડેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને દાંબુલા ખાતે રમાઇ રહેલી પ્રથમ વન-ડે મેચમાં 9 વિકેટથી પાંચ મેચોની વનડે સીરિઝમાં 1-0થી આગળ વધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 43.2 ઓવરમાં 216 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આની સાથે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 217 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાના 217 રનના ટાર્ગેટનો પિછો કરતા ટીમ ઈન્ડિયાએ 28.5 ઓવરમાં 220 રન બનાવીને 9 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટો લીધી હતી. જ્યારે યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવે 2-2 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી નિરોશન ડિકવેલાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા.

ભારત તરફથી શિખર ધવને 132 અણનમ રન જ્યારે વિરાટ કોહલીએ 82 અણનમ રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી નિરોશન ડિકવેલાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. શ્રીલંકાના કોઇ પણ બોલરને પાસે ધવન અને વિરાટ કોહલીની તોડ ન હતુ. શ્રીલંકાને માત્ર એક વિકેટ રન આઉટ દ્વારા રોહિત શર્માના રૂપમાં મળી હતી. આ ઇનિંગ બદલ શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

You might also like