સિંચાઇ માટે બનાવેલો આડબંધ ધરતીપુત્રો માટે બન્યો મુસિબતનું કારણ

બોડેલી: બોડેલી તાલુકા રાજવસાણા વિસ્તારમાં 1952માં ખેડૂતોની સિંચાઇનો લાભ મળે તેને લઈ હેરણ નદી આડબંધ બનાવવામાં આવ્યો હતો. જેને લઈ વિસ્તારના 20 થી 25 ગામના લોકોને સિંચાઇનો લાભ મળતો હતો. જ્યારે આજે એ પરિસ્થિતી છે ઊભી થઈ છે કે આજ આડબંધને લઈ માંડ માંડ ખેતી કરતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આ આડબંધ 100 મીટર કરતાં વધારે લંબાઈનો છે.

જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી આવે છે ત્યારે પાણી ભરાવવાને બદલે પાણી ખેતરોમાં ફરી વળે છે. જેને લઈ વિસ્તારના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આ હેરાન નદીમાં પૂરની પરિસ્થિતીનું નિર્માણ સર્જાય છે. ત્યારે ખેડુતોના પાકને નુકસાન તો થાય છે. આ સાથે સાથ ગામમાં પાણી ભરાઈ જતાં ગામ લોકોના મકાનોને પણ અગાઉ ભારે નુકસાની વેઠવા નો વારો આવ્યો હતો.

ગામ લોકોની વારવાર રજૂઆતોની સરકારને કોઈ અસર થતી નથી. આ દીકરીઓ આડબંધની મુલાકાત તો લે છે પણ યોગ્ય નિરાકરણ ના આવતા ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામ લોકો જણાવી રહ્યા છે કે જો એક વર્ષમાં જો આનો કોઈ નિકાલ નહી આવે તો તેઓ આગામી સમયમાં કાયદો હાથમાં લેતા જરાપણ ખચકાશે નહી અને આ આડબંધ ને જાતે જ તોડી નાખીશું.

ખેડૂતોની પડી રહેલી મુશ્કેલીને લઈ વિસ્તારના ધારાસભયને પણ રજૂઆત કરવામાં આવી છે. જેને લઈ ધારાસભ્યએ સરકારમાં રજૂઆત પણ કરી છે. પરંતુ સરકાર દ્વારા આ અંગે નોંધ ન લેવામાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ એ પણ જણાવ્યું છે કે લોકો કાયદો હાથમાં લે તે પહેલાં નિરાકરણ લાવે તો ખેડૂતો સિંચાઇનો લાભ લઈ સકે.

આમ તો ખેડૂતોની ચિંતાને લઈ નર્મદાની મુખ્ય કેનાલનું પાણી હજારો કી.મી દૂર લઈ કચ્છ અને સૌરાષ્ટ્ર લઈ જઈ પાણી પહોંચડવામાં આવી રહ્યું છે. સૌની યોજનાની પણ જે વાતો થઈ રહી છે. ત્યારે આ વિસ્તારના લોકો નજીક માંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ન મળતાં તેમની સાથે અન્યાય થતો હોવા નું જણાવી રહ્યા છે.

You might also like