દલિતોનું અમિતાભ બચ્ચનને ‘બદબૂ ગુજરાત કી’ માટે આમંત્રણ

અમદાવાદ: ગુજરાતમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનના નિશાના પર હવે બિગ બી પણ આવી ગયા છે. સમિતિએ નિર્ણય લીધો છે કે બોલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને ‘બદબૂ ગુજરાત કી’ સંદેશ વાળું પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે. તેમણે ગુજરાતની બદબૂ મહેસૂસ કરવા માટે આમંત્રણ આપવામાં આવશે.

અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમનું પ્રમોશન કરે છે. આ પ્રમોશનની ચર્ચિત લાઇનો ‘ખુશબુ ગુજરાત કી’ અને ‘કુછ દિન તો ગુઝારિયે ગુજરાત મેં’ છે. દલિત અત્યાચાર લડત સમિતિના સંયોજક જિગ્નેશ મેવાનીએ જણાવ્યું કે 13 સપ્ટેમ્બરે એક પબ્લિક મીટિંગ આયોજિત કરવામાં આવશે. આ મીટિંગમાં હજારો દલિત પરિવારો અમિતાભ બચ્ચનને પોસ્ટકાર્ડ લખશે. જિગ્નેશએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુરોધ પર તેમણે ‘ખુશબુ ગુજરાત કી’ની જાહેરાત કરી. અમે દલિતોએ મરેલા જાનવર ઉઠાવવાનું બંધ કરી દીઘું છે. હવે તેમણે ગુજરાતમાં થોડાક દિવસ રહીને ‘બદબૂ ગુજરાત કી’ને પણ મહેસૂસ કરવી જોઇએ.’

નોંધનીય છે કે દલિત યુવકોની પિટાઇ પછી દલિતોએ મરેલા જાનવરોને હટાવવાની સ્પષ્ટપણ ના પાડી દીધી હતી. જેના કારણે ઘણી જગ્યાએ લોકોને ભયંકર ગંદી સુંગધનો સામનો કરવો પડી રહ્યો છે. સંગઠનનું કહેવું છે કે તે આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓ માટે પણ આંદોલન ચલાવશે. મેવાણીએ કહ્યું કે જલ્દીથી રેલ રોકો આંદોલનની તારીખની જાહેરાત કરવામાં આવશે.

You might also like