દલિત સંગઠનોનાં અેલાન સામે રેલવે લાઈન પર પોલીસ ખડકાશે

અમદાવાદ: આવતી કાલે ઉના દલિત અત્યાચાર લડત સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા મણિનગર રેલવે ફાટક નજીક રેલ રોકો આંદોલન કરવામાં આવશે. આ આંદોલનને પગલે પોલીસ દ્વારા રેલ રોકો આંદોલન નિષ્ફળ બનાવવા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બે ડીસીપીના સુપરવિઝન હેઠળ આવતી કાલે રેલ રોકો આંદોલનમાં ટ્રેનોને રોકવા દેવામાં નહીં આવે.

સેકટર-ર જેસીપી ડી.બી. વાઘેલાએ જણાવ્યું હતું કે આવતી કાલે જે રેલ રોકો આંદોલન કરવામાં આવનાર છે તેને લઇને સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. ડીસીપી ઝોન-પ અને ડીસીપી ઝોન-૬ના સુપરવિઝન હેઠળ ખોખરા, મણિનગર, અમરાઇવાડી, ઇસનપુર પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે. દલિત સમાજ દ્વારા જે ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરાઇ છે તેના પગલે જો દેખાવકારો દ્વારા ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓને ડિટેઇન કરવામાં આવશે. જો જરૂર પડશે તો તેઓની સામે ગુનો પણ નોંધવામાં આવી શકે છે.

You might also like