અમદાવાદમાં દલિતો રસ્તા પર, દુકાનો શાળા બંધ કરાવી

અમદાવાદઃ દલિતો પર થયેલા અત્યાચારને પગલે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યાં છે. બંધના એલાનના પગલે દુકાનો અને શાળા કોલેજો બંધ કરાવવા દલિતો રસ્તા પર ઉતરી આવ્યાં છે. ચાંદખેડામાં દલિતો દ્વારા વિરોધ રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દલિતો ઉમટ્યા હતા.

બંધને પગલે 10 એસટી ડેપોનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મિરઝાપુરથી બસો ઇન્કમટેક્સ ડાઇવર્ડ કરવામાં આવી છે. બંધની સૌથી મોટી અસર પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહી છે. દલિતો દ્વારા અસારવા, મેઘાણીનગર, સૈજપુર સહિતના વિસ્તારોમાં બંધ પાડવા માટે દુકાનો અને શાળાઓને ફરજ પાડવામાં આવી રહી છે. દલિતો રસ્તા પર ઉતરી આવતા કોઇ અનઇચ્છનિય ઘટના ન બને અને દલિતો ઉગ્ર વલણ ધારણ ન કરે તે માટે પોલીસ કાફલો પણ રસ્તા પર તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો નવા વાડજ ખાતે પણ મોટી સંખ્યામાં દલિતો બંધના એલાનના સમર્થના ભાગ રૂપે એકઠા થયા છે.

You might also like