ભૂલથી બ્રાહ્મણનો હાથ અડ્યો તો દલિત પરિવારને માર મરાયો

આગ્રા: એક નાનકડી ‘ભૂલ’ના કારણે ગર્ભવતી મહિલા સહિત એક દલિત પરિવારને ખૂબ જ ક્રૂર રીતે દંડાઓથી માર મારવામાં આવ્યો. પરિવારની ભૂલ માત્ર એટલી જ હતી કે તેમાંથી એકનો હાથ ભૂલથી એક બ્રાહ્મણને અડી ગયો હતો. આ ઘટના આગ્રા જિલ્લાના ક્યુરી ગામમાં બની. પીડિત પરિવાર દલિત વાલ્મીકિ સમુદાયનો છે.

પીડિતાેમાં સામેલ વિનિતાએ જણાવ્યું હતું કે મારો નાનો પુત્ર સોનુ મીઠાઈની દુકાન પર ગયો હતો. દુકાન અનીલ શર્મા નામના એક બ્રાહ્મણની છે. સોનુનો હાથ ભૂલથી શર્માને અડી ગયો. તો શર્માને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સોનુને માર માર્યો. ઘરે આવીને સોનુને આખી ઘટના અંગે માતા વિનિતાને જણાવ્યું.

વિનિતા પોતાની સાથે કેટલીક વધુ મહિલાને લઈને શર્માની દુકાન પર વિરોધ કરવા ગઈ. તે કહે છે કે ત્યાર બાદ શર્મા અને તેમના કેટલાક માણસો તેમના ઘરે આવી ગયા. તેમના હાથમાં લાકડીઓ હતી. તેમણે અમને માર માર્યો. તેમણે એક ગર્ભવતી મહિલાના પેટમાં પણ લાત મારી.

સમાજવાદી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય રાજા મહેન્દ્ર અરિદમનસિંહે જણાવ્યું કે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસે આ ઘટનાને દારૂ પીધા પછીની લડાઈ ગણાવી છે.

You might also like