ચાર દલિત વિદ્યાર્થીઓના સસ્પેન્શન અંતે દૂર કરાયા

હૈદરાબાદ : દલિત રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યાને લઇને રાજકીય ધાંધલ ધમાલનો દોર જારી રહ્યા બાદ આજે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિર્વસિટીએ ચાર અન્ય દલિત વિદ્યાર્થીઓના સસ્પેન્સનો આદેશ આજે પાછા ખેંચી લીધા હતા. એકઝીકયુટીવ કાઉન્સિલ દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિર્વસિટીમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતવારરીતે ચર્ચા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

 

યુનિર્વસિટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તાત્કાલિક અમલ સાથે સંબંધિત વિદ્યાર્થીઓ ઉપર લાગૂ કરવામાં આવેલી સજાને રદ કરવાનો નિર્ણય કરાયો છે. વાઇસ ચાન્સલર અપ્પા રાવે શાંતિ જાળવી રાખવા યુનિર્વસિટી સમુદાયને અપીલ કરી હતી. પ્રવર્તમાન સંજોગો ખુબ જ જટીલ બની ગયા હતા.

 

આ આદેશ એવા સમયે આવ્યો છે જયારે ભારે હોબાળો મચેલો છે. જુદા જુદા રાજકીય પક્ષો અનેનેતાઓ કેન્દ્રીયમંત્રી બંદારુ દત્ત્।ાત્રેયના ૧૭મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે લખવામાં આવેલા કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી સ્મળતિ ઇરાનીને પત્રને લઇને વિરોધ કરી રહ્યા હતા. આંબેડકર સ્ટુડન્ટ એસોસિએશનના રાષ્ટ્રવિરોધી પગલા સામે કાર્યવાહી કરવાની માંગ દત્ત્।ાત્રેય દ્વારા કરવામાં આવી હતી.

 

રોહિત વેમુલા રવિવારના દિવસે ન્યુ રિસર્ચ સ્કોર્લસ હોસ્ટેલમાં મળત હાલતમાં મળી આવ્યો હતો. તે એવા પાંચ વિદ્યાર્થીઓમાં સામેલ હતો જેમને યુનિર્વસિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે સાથે હોસ્ટેલમાંથી હકાલપટ્ટી પણ કરાઈ હતી.

 

આત્મહત્યા કરતા પહેલા ૧૫ દિવસ સુધી વેમુલાએ દેખાવો કર્યા હતા અને સરકાર સામે આક્ષેપો કર્યા હતા. ગઇકાલે દેશભરમાં હોબાળો થયો હતો. વિદ્યાર્થીની આત્મહત્યાને લઇને જુદા જુદા પક્ષોએ પણ કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા હતા જેમાં કોંગ્રેસ પાર્ટી અને એએપીનો સમાવેશ થાય છે

You might also like