VIDEO: અમદાવાદઃ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ટીકિટ અપાતા વિરોધ

અમદાવાદઃ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા ગુજરાતનાં કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ગાંધીનગર ખાતે નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં વિધિવત રીતે તેઓ અગાઉ કોંગ્રેસમાં જોડાયા હતાં.

જો કે કોંગ્રેસ સાથે હાથ મેળવવાનું અલ્પેશ ઠાકોરને ઘણું ફળ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટીકિટ આપી છે. જો કે અલ્પેશ ઠાકોરને ટીકિટ અપાતા તેનો અમદાવાદમાં સખત વિરોધ કરવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોરનાં વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું.

દલિત, લઘુમતી, માલધારી સમાજનાં આગેવાનો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટીકિટ અપાતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. અને આ સિવાય કહેવાય છે કે તેને કોંગ્રેસમાંથી ટીકિટ આપતા પણ અલ્પેશનો સખત વિરોધ કરાયો છે.

અલ્પેશ ઠાકોર સામે અમદાવાદમાં વિરોધ
અલ્પેશ ઠાકોરનાં વિરોધમાં પ્રદર્શન
અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી ટિકિટ અપાતા વિરોધ
દલિત, લઘુમતી, માલધારી સમાજનાં આગેવાનોએ કર્યો વિરોધ
રાધનપુરથી ટિકિટ અપાતા વિરોધ

You might also like