દલિત સંગઠનો દ્વારા ‘રેલ રોકો આંદોલન’ મોકૂફ રખાયું

અમદાવાદ: ઉના દલિત અત્યાચાર સમિતિ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ‘રેલ રોકો આંદોલન’ની જાહેરાત કરાઈ હતી, જે મોકૂફ રાખવામાં આવ્યું છે. મોડી રાત્રે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને સરકાર વચ્ચે દલિત સમાજની માગ માટેની વાતચીત માટે તૈયાર હોવાની સમજૂતી થતાં મોડી રાત્રે ‘રેલ રોકો આંદોલન’ને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

આગામી ચાર-પાંચ દિવસમાં દલિત સમાજની માગ અંગે સરકાર દલિતો સાથે વાતચીત કરશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રેલ રોકો આંદોલન રદ કરીને દલિત સમાજે હકારાત્મક વલણ દાખવ્યંુ છે. દલિતોના પ્રશ્નોની બાબતે સરકાર ગંભીર છે. તહેવારોને લઈ કોઈ પણ સમાજ એવાં આંદોલન ન કરે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય.

You might also like