ગાંધીનગર પાસે મૂંછો રાખવા બદલ દલિત યુવક સાથે મારપીટ

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી લગભગ 15 કિમી દૂર એક દલિત યુવકને સ્ટાઈલિશ મૂંછ રાખવા બદલ કેટલાક લોકોએ ઢોર માર માર્યો હતો. ગાંધીનગરના કાકોલ તાલુકાના લિંબોદરા ગામમાં રહેતા પીડિત યુવક પીયૂષ પરમાર સાથે 25 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. જેમાં અન્ય જ્ઞાતિના લોકોએ તેની સાથે મારપીટ કરી હતી.

યુવકે પોલીસમાં તે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ આરોપીઓની ઓળખ મયૂર સિંહ વાઘેલા, રાહુલ વિક્રમસિંહ અને અજીત સિંહ વાઘેલા તરીકે કરવામાં આવી છે. આ મામલે એસપી સ્તરના અધિકારી સાથે મારપીટ કરવામાં આવી છે.

એફઆઈઆર પ્રમાણે પીયૂષ પરમાર, જે ગાંધીનગરના એક પ્રાઈવેટ ફર્મમાં કામ કરે છે. તે પોતાના પિતરાઈ ભાઈ દિંગાત મહેરિયા સાથે ગરબા જોઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેને રોકી તેની સાથે મારપીટ કરી હતી, અને કહ્યું હતું કે, ‘નીચી જ્ઞાતિના લોકો મૂંછો કઈ રીતે રાખી શકે?’

You might also like