માનવ તસ્કરી કેસમાં ગાયક દલેર મહેંદીને 2 વર્ષની સજા, ધરપકડ બાદ મળ્યાં જામીન

પંજાબની એક સ્થાનિક કોર્ટે મશૂહર સિંગર દલેર મહેંદીને માનવ તસ્કરી કેસમાં દોષીત ગણ્યો છે. આ કેસમાં કોર્ટે દલેહ મહેંદીને 2 વર્ષની સજાનું એલાન કર્યું છે. સૂત્રોના અહેવાલ મુજબ દલેહ મહેંદીના ભાઇ શમશેર સિંહને પણ કોર્ટે દોષી કરાર જાહેર કર્યો છે. દલેહ મહેંદી હાલમાં પંજાબ પોલીસ કસ્ટડીમાં છે. દલેર મહેંદી અને તેના ભાઇને ગેરકાયદેસર વિદેશ મોકલવામાં દોષી માન્યા છે. દલેર મહેંદીની પોલીસે ધરપકડ કરી હતી જો કે ત્યારબાદ જામીન પર છુટકારો થઇ ગયો હતો.

આ બંને ભાઇ લોકોને પોતાના ક્રૂ મેમ્બર બતાવી વિદેશ લઇ જતા હતા. આ માટે બંને ભાઇઓ લોકો માટે પૈસા લેતા હતા. રિપોર્ટ મુજબ 1998 અને 1999 દરમિયાન આ બંને ભાઇઓએ 10 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડ્યા હતા. બખ્શીશ સિંહ નામના શખ્સે 2003માં દલેહ મહેંદી વિરુધ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બર 2003માં શમશેર મહેંદી વિરુધ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. શમશેર મહેંદી દલેર મહેંદીના મોટા ભાઇ છે. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો દલેહ મહેંદીનું નામ પણ સામે આવ્યું હતું. 2003માં જ તેના વિરુધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

You might also like