ચીની મીડિયાએ ભારત પર લગાવ્યો દલાઇ લામાનો તુચ્છ ખેલ રમવાનો આરોપ

બીજિંગ : ચીનનાં મીડિયાએ ચીન દ્વારા અરૂણાચલપ્રદેશનાં છ સ્થળોનાં નામ બદલવાનાં મુદ્દે ભારતે આપેલી પ્રતિક્રિયાને અયોગ્ય ગણાવી હતી. ચીની મીડિયા અનુસાર ભારતે જો દલાઇ લામાનો તુચ્છ ખેલ ચાલુ રાખ્યો તો તેને ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહ્યું કે ભારત માત્ર એટલા માટે અરૂણાચલ પ્રદેશને પોતાનું ન માની શકે કારણ કે માત્ર દલાઇ લામા તેવું કહે છે.

ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે ચીનનાં માટે આ મુર્ખતાપુર્ણ છે તે અલગ અલગ કાઉન્ટીઓનાં નામ તો નથી રાખી શક્યું, જ્યારે તેને અરૂણાચલપ્રદેશનાં છ સ્થળો પર આરોપ લગાવી રહ્યું છે. અખબારે આ આરોપોને અયોગ્ય ટીપ્પણી ગણાવી હતી. ભારત જે રમત રમી રહ્યો છે દલાઇ કાર્ડ, ચીનની સાથે ક્ષેત્રીય વિવાદ ખરાબ થયો. શીર્ષકથી છપાયેલ લેખમાં કહેવાયું કે ભારતે આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ કે શું ચીને આ અંગે દક્ષિણ તિબેટમાં માનકીકૃત નામોની જાહેરાત કરી. લેખમાં કહેવામાં આવ્યું છે કે દલાઇ લામાનું કાર્ડ દિલ્હી માટે બુદ્ધીપુર્વકનું કામ છે.

ચીન દાવો કરે છેકે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટ છે. ચીને 19 એપ્રીલે જાહેરાત કરી હતી કે તેણે ભારતનાં પુર્વોત્તર રાજ્યનાં છ સ્થળોને અધિકારીક નામ આપ્યું છે અને તેનાં ઉશ્કેરણીજનક પગલાનુ યોગ્ય કાર્યવાહી ગણાવી હતી. ચીનનું આ પગલું દલાઇ લામાનાં સીમાવર્તી રાજ્યોની યાત્રા મુદ્દે બીજિંગ દ્વારા ભારતને આકરો વિરોધ વ્યક્ત કરવાનાં થોડા દિવસો બાદ આવ્યો છે.

You might also like