વાઈરલ ફીવરનો ઉપદ્રવ, પરીક્ષાના કારણે ડાકોર જતા પદયાત્રીઅો ઘટ્યા

અમદાવાદ: જય રણછોડ માખણચોર, એનાં દર્શનથી આનંદ થાય, પૂનમ નહીં છોડું જેવાં જયઘોષ સાથે ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે દર્શને જતા પદયાત્રીઓ સહિતના દર્શનાર્થીઓમાં આ વર્ષે ઓટ આવી છે. ધો.૧૦-૧રની પરીક્ષાઓ તાજેતરમાં જ પૂર્ણ થઇ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં બાળકોની પરીક્ષા ઉપરાંત યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ શરૂ થઇ રહી હોવાથી યુવાઓ-વિદ્યાર્થી પદયાત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે એટલું જ નહીં, રાજ્યભરમાં અત્યારે લોકો બેવડી સિઝનના કારણે શરદી-વાઇરલ ઇન્ફેકશન, તાવ વગેરે તકલીફોથી પીડાઇ રહ્યા હોવા ઉપરાંત ગરમીના માહોલના કારણે ચાલીને ડાકોર જતા પદયાત્રીઓની સંખ્યામાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે.

ઠેર ઠેર રસ્તામાં સેવા આપી રહેલાં સેવા કેન્દ્રો પર મૂકવામાં આવેલી ચીજવસ્તુઓનો વપરાશ પદયાત્રીઓ ઘટવાથી ઘટી ગયાે છે અને મોંઘવારીના કારણે છેલ્લાં ત્રણ વર્ષથી સતત ડાકોર જતા પદયાત્રી શ્રદ્ધાળુઓમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. વર્ષ-ર૦૧૧માં ૧૦ થી ૧ર લાખ શ્રદ્ધાળુઓ ડાકોર દર્શને આવ્યા હતા. ત્યારબાદ સંખ્યા ઘટીને વર્ષ ર૦૧૪-૧પમાં ગત વર્ષે સાતથી આઠ લાખ પહોંચી હતી, જે આ વર્ષે ઘટીને ચારથી પાંચ લાખે માંડ પહોંચી છે.

સ્વાઇનફલૂનું મુખ્ય કારણ લોકોની ભીડવાળું સ્થળ ગણાય છે. વર્ષ ર૦૧૪માં સ્વાઇનફલૂ વકર્યા બાદ યા‌િત્રકોના મનમાં હજુ પણ તેનો ભય સતાવી રહ્યો છે. ફાગણની પૂનમના મેળામાં પાંચ દિવસમાં જ ડાકોરના વેપારીઓ આખા વર્ષની કમાણી કરી લેતા હતા તેમાં દર વર્ષે ઘટાડો નોંધાતાં વેપારીઓ અને નગરજનોને ચિંતા કરતા કરી દીધા છે.

You might also like