ડાકોરમાં આજથી ફૂલદોલ ઉત્સવનો પ્રારંભ, ફૂલથી રણછોડરાય હોળી રમશે

728_90

રાજ્યના મંદિરોમાં હોળી પહેલાનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. એવામાં યાત્રાધામ ડાકોર પણ હોળી પહેલાના એક અઠવાડિયાથી ઉત્સવ શરૂ થઈ જાય છે. આજથી ડાકોરમાં ફૂલદોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે ડાકોરમાં રણછોડરાય સાથે ભક્તો ફૂલથી હોળી રમશે. 26મી ફેબ્રુઆરીથી 2 માર્ચ હોળીના દિવસ સુધી ડાકોર મંદિરમાં આ ઉત્સવ ઉજવાશે. હોળીના કારણે ભક્તો દૂરદૂરથી રણછોડરાયના દર્શને આવતા હોવાથી મંદિરના દર્શનનો સમય પણ વધારવામાં આવશે.

ફાગણી પૂનમના મેળામાં સામેલ થવા અને રણછોડરાયના દર્શન માટે લોકો દૂરદૂરથી પગપાળા કરીને આવતા હોય છે, તેથી તેમના માટે દર્શનનો સમય વધારવામાં આવશે. મંદિરમાં હોળી – ધૂળેટીના દિવસે રંગોથી પણ હોળી રમવામાં આવશે.

આ ઉત્સવ માટે ડાકોર મંદિરના ટ્રસ્ટ તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પદયાત્રીઓ ડાકોર પહોંચવા લાગ્યા છે. પદયાત્રાળુઓ માટે ચેકપોસ્ટ અને કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે તેમજ ખાવા પીવાની સગવડો પણ ઉભી કરાઈ છે.

You might also like
728_90