‘બિઝનેસ ડાયલોગ’થી ડેઝી શાહને ઓળખ મળી

તાજેતરમાં ‘રેસ-૩’માં જોવા મળેલી ડેઝી શાહ આ ફિલ્મમાં પોતાના ગાઉનને ચપ્પાથી કાપવાની અને બિઝનેસવાળા સંવાદને મળેલી લોકપ્રિયતાથી ખુશ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ જ ફિલ્મમાં તેના ડાયલોગ ‘અવર બિઝનેસ ઇઝ અવર બિઝનેસ, નન ઓફ યોર બિઝનેસ’ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે, જોકે કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.

આ અંગે ડેઝી કહે છે કે ભલે નેગેટિવ હોય કે પોઝિટિવ, લોકો ભલે મારી મજાક ઉડાવતા હોય કે પછી વખાણ કરતા હોય, મને એ વાતની ખુશી છે કે હવે વધુમાં વધુ લોકો મને ઓળખી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલાં મુંબઇના લોખંડવાલામાં કેટલાક લોકોએ મને જોતાં જ કહ્યું કે જુઓ બિઝનેસ ડાયલોગવાળી છોકરી.

તેઓ મારું નામ જાણતા ન હતા, પરંતુ મારા તે ડાયલોગથી મને ઓળખી રહ્યા હતા. મને બિઝનેસવાળા ડાયલોગથી મોટી ઓળખ મળી છે. હવે તે ફેમ નેગેટિવ હોય કે પોઝિ‌ટિવ, હું તેને પોઝિટિવ જ લઇ રહી છું. ૩૩ વર્ષીય આ સુંદરીના જણાવ્યા અનુસાર ફિલ્મ નિર્માણ સમયે કોઇએ એ વિચાર્યું ન હતું કે આ ડાયલોગ આટલો હિટ થશે. હવે તો આ ડાયલોગ તેની જિંદગીનો એક ભાગ બની ગયો છે.

તે કહે છે કે જ્યારે લોકો આ ડાયલોગને પોતપોતાના અંદાજમાં બોલે છે ત્યારે ખૂબ જ મજા આવે છે. હવે તો તે મારા ઘરમાં પણ ઘૂસી ગયો છે. જ્યારે હું મારી બહેન સાથે વાતચીત કરતી હોઉંં ત્યારે ઘણી વાર તે કહી ચૂકી છે કે ‘ડ્યૂડ ઇટ ઇઝ માય બિઝનેસ’, ‘નન ઓફ યોર બિઝનેસ’ અને મારે કહેવું પડે છે કે ‘ઓકે’ ઠીક છે.

You might also like