ડેરીનું દૂધ પીવાને લીધે તમારા પર પેઈનકિલરની અસર ન પણ થાય

એકલદોકલ ગાય-ભેંચ ઉછેરવામાં અાવતી હોય એને બદલે મોટા પાયે તબેલામાં રહેતાં દુધાળાં ઢોરના દૂધમાં એન્ટિ-બાયોટિક્સ અને પેઈનકિલર દવાઓના અવશેષો હોય છે જે નાની મોટી પીડામાં રાહત અાપે છે. સ્પેનિશ અને મોરોક્કન સાયન્ટિસ્ટોની ટીમે ૨૦ અલગ અલગ ગાય અને બકરીના દૂધ તથા બ્રેસ્ટ-મિલ્કમાં રહેલાં કેમિકલ્સનો અભ્યાસ કર્યો હતો. એ પછી તેમનું કહેવું છે કે સરેરાશ ગાયના એક ગ્લાસ દૂધમાં લગભગ ૨૦ પ્રકારનાં પેઈનકિલર્સ, એન્ટિ-બાયોટિક્સ અને ગ્રોથ-હોર્મોન્સનું મિશ્રણ હોય છે. ગાયનાં દૂધમાં નિફ્લુમિન એસિડ, મેફેનેમિક એસિડ અને કીટોપ્રોફેન જેવી પીડાશામક અને એન્ટિ ઈન્ફ્લમેટરી દવાઓનું મિશ્રણ ખૂબ મોટી મત્રામાં જોવા મળે છે.

You might also like