હવે રોજમદારોને પણ અઠવાડિક રજાનો પગાર મળશે

નવી દિલ્હી: કેન્દ્રીય વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતા લોકોને હવે આગામી દિવસોમાં અઠવાડિક રજાનો પણ પગાર મળશે. અત્યાર સુધી આવી વ્યવસ્થા માત્ર એવા વિભાગમાં જ અમલી હતી જ્યાં છ દિવસના સપ્તાહની ગણતરી કરવામાં આવતી હતી. પરંતુ હવે આવા સપ્તાહમાં પાંચ દિવસ ગણવામાં આવશે. જેમાં રોજમદાર તરીકે કાર્યરત વ્યકિતને રજાના પગારનો લાભ મળશે.

કેન્દ્ર તરફથી આ અંગે જણાવવામાં આવ્યું છે કે આ માટે કર્મચારીઓએ તેના નિયત નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ કાયદામાં રહેલા માપદંડને ધ્યાનમાં લઈ આવો લાભ આપવામાં આવશે. મોટા ભાગના કેન્દ્રીય વિભાગમાં પાંચ દિવસ જ કામ કરવામાં આવતું હોય છે એટલે કે અઠવાડિક રજાના વેતનનો લાભ મોટાભાગના કર્મચારીઓને મળતો નથી. તેથી સરકારે હવે આવા કર્મચારીઓને આવી રજાના પગારનો લાભ આપવા નિર્ણય કર્યો છે.જેના કારણે રોજમદારોમાં આનંદની લહેર ફરી વળી છે.

You might also like