ડેઈલી શોપ બોરિંગ હોય છેઃ પ્રાચી

મુંબઇઃ નાના પડદા પર ‘કસમ સે’ ધારાવાહીથી અભિનેત્રી પ્રાચી દેસાઈઅે ફિલ્મ ‘રોક અોન’થી મોટા પડદે એન્ટ્રી કરી. ત્યાર બાદ તેણે ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’, ‘બોલ બચ્ચન’, ‘અાઈ મી અોર હમ’ અને ‘પોલીસગીરી’ જેવી ફિલ્મો કરી. ૨૦૧૪માં અાવેલી ‘અેક િવલન’ ફિલ્મમાં તેણે અાઈટમ સોંગ પણ કર્યું. અા વર્ષે તે ‘રોક અોન-ટુ’ અને ‘અઝહર’માં જોવા મળશે.
પ્રાચી કહે છે કે ‘અઝહર’ ફિલ્મ ક્રિકેટર મોહંમદ અઝહરુદ્દીનના જીવન પર અાધારિત હોઈ પહેલાંથી જ ચર્ચામાં છે. ‘રોક અોન-ટુ’ મારી ડેબ્યૂ અને હિટ બનેલી ફિલ્મની સિક્વલ છે. મારા માટે તે વાત પણ ખૂબ ખાસ છે. પ્રાચી કહે છે કે કેટલીક વાર મને એવા રોલ અોફર થયા, જે મને પસંદ ન પડતાં મેં છોડી દીધા. એક ફિલ્મ તો મેં ટાઈટલનું નામ સાંભળીને જ છોડી દીધી, કેમ કે હું પત્નીનો રોલ કરવા ઇચ્છતી ન હતી. મેં અે ફિલ્મની કહાણી સાંભળવાનો પણ ઇનકાર કર્યો હતો., જોકે તે ફિલ્મ બાદમાં હિટ સાબિત થઈ હતી અને મને તેનો અફસોસ થયો હતો, પરંતુ જે થવાનું છે તે થઈને જ રહે છે. તેથી હું તે અંગે બહુ વિચારતી નથી.
મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કરવું પ્રાચીને બહુ ગમતું નથી. તે હવે ટેલિવિઝન પર પાછી ફરવા પણ માગતી નથી. તે કહે છે કે હું ડેઈલી શોપમાં કામ કરીને મારી લાઈફ વેસ્ટ કરવા માગતી નથી. ડેઈલી શોપ ખૂબ જ બોરિંગ હોય છે, તેમાં સુધારા-વધારા કરવાની જરૂર છે.

You might also like