દરરોજ 30 રૂપિયાનું રોકાણ કરો અને બનો કરોડપતિ, અપનાવો આ સરળ ટ્રીક

નવી દિલ્હી: તમને કદાચ આ સમાચાર મજાક લાગતા હશે, પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ મજદાક નથી. આ સમાચાર વાંચીને તમે પણ માની જશો લકે રોજે 30 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકાય છે.

જાણીએ કેવી રીતે બની શકાય છે કરોડપતિ…
– જો તમે 20 વર્ષના છો, તો તમે રોજે 30 રૂપિયા બચાવીને તમે મહિનામાં 900 રૂપિયા બચાવી શકો છો.
– હવે 900 રૂપિયા દર મહિને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (આસઆઇપી) દ્વારા કોઇ પણ ડાયવર્સિફાઇડ મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરો.
– મ્યચ્યુઅલ ફંડ વર્ષનું 12.5% રિટર્ન આપે છે. જો આ પ્રોસેસ 40 વર્ષ સુધી ચાલુ રહે છે તો 60 વર્ષ સુધી તમે કરોડપતિ બની જશો.

શું છે રિટર્ન કેલક્યુલેટ કરવાની રીત
શરૂઆતની રોકાણની રકમ 900 રૂપિયા
મહિનાનું રોકાણ 900
વર્ષનું રિટર્ન 12.5%
રોકાણ મર્યાદા 40 વર્ષ
કુલ રકમ 1,01,55,160 રૂપિયા

95 રૂપિયા બચાવીને 30 વર્ષની ઉંમરમાં બની શકે છે કરોડપતિ…
– કરોડપતિ બનવાનો ચાન્સ મોટી ઉંમરના લોકો માટે પણ છે.
– જો તમારી ઉંમર 30 વર્ષ છે તો તમારે રોજ 95 રૂપિયા બચાવવા પડશે.
– ઉંમર વધવાની સાથે રોકાણની મર્યાદા ઓછી થઇ જાય છે તો સેવિંગ વધારવાની જરૂર પડે છે.
– સમાન રોકાણ પેટર્ન અને વર્ષ દરમિયાવ 12.5% અનુમાનિત રિટર્ન સાથે 60 વર્ષની ઉંમરમાં તમે કરોડપતિ બની જશો.

You might also like