1 એપ્રિલનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અનેક સમસ્યાઓ લઇને આવે. દિવસ દરમિયાન આધિવ્યાધિ ઉપાધિ આવે. એક સાંધતાં તેર તૂટે તેવો ઘાટ ઘડાય. સ્ત્રીઓ માટે મજાનો દિવસ. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન આનંદના સાગરમાં નહાવા મળે. ચારેય દિશામાંથી શુભ સમાચાર આવે. સ્ત્રીઓ માટે મધ્યમ દિવસ. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયક છે. દિવસ દરમિયાન સુખ અને દુઃખના ત્રાજવાંનાં પલ્લાં ઉપર નીચે થયા કરે અર્થાત્ થોડો સમય મજાનો અને થોડો સમય તકલીફવાળો પસાર થાય. સ્ત્રીઓ માટે કામચલાવું દિવસ.
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ મજાનો પસાર થશે. સગાંસંબંધી તરફથી આનંદના સમાચાર મળે. વિદેશ યોગ છે. સ્ત્રીઓ માટે મજાનો દિવસ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવું.
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મુશ્કેલીજનક રહે. ન ધારેલી તકલીફો આવે. ક્યાંયથી આનંદના સમાચાર મળે નહીં. પેટ પીડાથી સાચવવું. સ્ત્રીઓ માટે કંટાળાજનક દિવસ. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મુશ્કેલીઓનો પહાડ લઇને આવે. ધારેલાં કામો અટકે. કોર્ટ-કચેરીમાં ફસાઇ જવાય. વાહન કાળજીથી ચલાવવું. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કાંઇક અંશે કંટાળાજનક રહે. દિવસ દરમિયાન હતાશા વધે. તબિયત બગડે. સાંજ પછી રાહત અનુભવશો.
વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ તકલીફો લઇને આવે. ચારેય દિશામાંથી ખરાબ સમાચાર મળે. વાહન અકસ્માતથી સાચવવું. કોર્ટ કચેરીમાં પડવું નહીં. શનિદેવનાં દર્શન કરવાં.
ધન (ભ,ધ,ફ, ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ આનંદમય પસાર થાય. પ્રિયપાત્ર તરફથી આપને આનંદના સમાચાર મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નવું વાહન લેવાય તેવા યોગ છે.
મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલના દિવસ દરમિયાન તમે ન ધાર્યું હોય તેવી અપેક્ષાઓનું પરિણામ જોવા મળે. દિવસ દરમિયાન સુખ-દુઃખમાં ઝોલાં ખવાય. સ્ત્રીઓ માટે મજાનો દિવસ.
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. શેર બજારનાં કામમાં લાભ થાય. ધન યોગ છે. સ્ત્રીઓ માટે મજાનો દિવસ. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. બપોર પછી શુભ સમાચાર મળે. પત્ની તથા બાળકોની તબિયત સાચવવી. ખોટી ચર્ચામાં પડવું નહીં.

You might also like