28 ફેબ્રુઆરીનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો દિવસ આ રાશિના જાતકો માટે ઘણો સારો છે. દિવસ દરમિયાન તમને ક્યાંકથી શુભ સમાચાર મળે. જૂના પ્રિયજન સાથે મુલાકાત થાય. તેમના થકી નવા આર્થિક લાભ મળે.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ મિશ્ર ફળદાયી છે. દિવસ દરમિયાન તમને સારા માઠા અનુભવ થાય. વાહન સાચવીને ચલાવવું. કોર્ટ-કચેરીના લફરામાં ફસાવવું નહીં. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો આવતી કાલનો દિવસ બહુ સાચવીને પસાર કરવો જોઈએ. કારણ કે આવતી કાલનો દિવસ તેમના માટે માઠા સમાચાર લાવે તેવો છે. વિદ્યાર્થીઓ તથા સ્ત્રી વર્ગને આનંદના સમાચાર મળે. સાંજ પછી ક્યાંકથી શુભ સમાચાર મળે.
કર્ક (ડ,હ) : આવતી કાલના દિવસ દરમિયાન આ રાશિના જાતકોએ ખૂબ સંભાળીને રહેવું. નાના મોટા અકસ્માતનો યોગ છે. પત્ની સાથે મનદુઃખ થાય. સંતાન તરફથી આનંદના સમાચાર પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ નિડર હોવાથી તડને ફડ કરી દેતા હોય છે. તેમની આ વૃત્તિ તેમને ભારે મુશ્કેલીમાં મુકી દે તેમ છે. આથી આ જાતકોએ વાણી પર સંયમ રાખવો.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકોએ આ દિવસ  દરમિયાન મગજ પર બરફ રાખીને કામ કરવું. વાણી પર પુરતો સંયમ રાખવો. કોર્ટ-કચેરીના લફરાથી બચીને રહેવું. તમારી સાવચેતી છતાં વાહન અકસ્માતનો યોગ છે. વિદ્યાર્થી તથા સ્ત્રી વર્ગ માટે દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ આનંદપૂ્વક પસાર થાય. ક્યાંકથી ન ધારેલા લાભ થાય. કોઈ વિજાતિય વ્યક્તિ સાથે મુલાકાત તથા ઓળખાણ થાય. તેમના થકી ભવિષ્યમાં લાભ પણ થાય. આ દિવસ દરમિયાન કરેલા કામ લાંબાગાળે ખૂબ ફાયદાકારક બને.
વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ શુભ છે. આ જાતકો જ્યાં હાથ નાંખશે ત્યાં તેમને ફાયદો થશે. કોઈક સ્થળેથી આકસ્મિક લાભ તથા ગુપ્ત ધન મળે. પત્ની-બાળકોથી સાંજ પછી કોઈ અણગમતા સમાચાર મળે.
ધન (ભ,ધ,ફ) : આ રાશિના જાતકોએ આવતી કાલના દિવસ દરમિયાન ખૂબ સાવચેતીથી વાહન સંભાળવું. પડવા, વાગવાનો યોગ છે. ગુસ્સા પર કાબુ રાખવો. કોઈના તરફથી અણધાર્યો ઝઘડો પણ થઈ જાય.
મકર (ખ,જ) : આ રાશિના જાતકોએ આવતી કાલનો દિવસ ખુબ આનંદપૂર્વક વીતે તેઓ રહેશે. તેમને સાસરી પક્ષ તરફથી અથવા ઓફિસના બોસ તરફથી કોઈ મહત્ત્વની કામગીરી સોપાય અથવા લાભ મળે.
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. બપોર પછી નાના-મોટા પ્રવાસનો યોગ છે. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂનો હકારાત્મક જવાબ મળે.
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો ખૂબ સાવચેતીથી આવતી કાલનોદિવસ પસાર કરી સાંજ પછી તેમને રાહત મળે. વિદ્યાર્થી તથા સ્રી વર્ગ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે.

You might also like