25 ફેબ્રુઆરીનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : વણઉકલ્યા પ્રશ્નો ઉકેલાય તેવાે યોગ છે. નોકરી-ધંધામાં પ્રતિકૂળતા સર્જાય. નાના-મોટા પ્રવાસનો યોગ છે. નાણાકીય આયોજનમાં શકય તેટલી સાવધાની રાખવી.

વૃષભ (બ,વ,ઉ) : પ્રગતિકારક બનાવ બને તેવી શક્યતા છે. નોકરી-ધંધામાં ફેરફાર થાય તેવા યોગ છે. જુની ઉઘરાણી પરત મળે. પ્રવાસ વગેરેમાં આનંદ મળે તેવો યોગ છે. કૌટુંબિક કામકાજ થઈ શકે. તમારા સ્વજનોની આરોગ્યની ચિંતા થાય.

મિથુન (ક,છ,ઘ) : એક યા બીજા કારણસર કામ અટકે. મહત્ત્વની તક જતી હોય તેવું લાગે. બપોર પછી ભાવિ વિકાસ નિશ્ચિત બને. પ્રવાસથી લાભ મળે. નોકરિયાતોને અવરોધ દૂર થતો લાગે. પત્નીનું આરોગ્ય બગડ્યું હોય તો સુધરે.

કર્ક (ડ,હ) : ખૂબ ઉત્તમ દિવસ છે. મકાન-મિલકતની સમસ્યા ઉકેલાય. પત્નીના આરોગ્યની ચિંતા રહે. સંતાનોની તબિયત જાળવવી. લાંબો પ્રવાસ કે પર્યટન હોય તો તે નાબૂદ રાખવો. અધૂરાં કામકાજ પૂરા થાય. સાંજે પછી રાહત.

સિંહ (મ,ટ) : આવતી કાલનો િદવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. અટકેલા કામો પૂરા થાય. ક્યાંકથી આકસ્મિક લાભ મળે.

સાસરી પક્ષમાંથી કોઈ મહત્ત્વની કામગીરી પ્રાપ્ત થાય. તેના થકી લાંબે ગાળે કોઈ મોટો ફાયદો થાય.

કન્યા (પ,ઠ,ણ) : આર્થિક મૂંઝવણોમાંથી ઉકેલ મળે. નોકરિયાતોને સાનુકૂળ તક પ્રાપ્ત થાય. મકાન-સંપત્તિના પ્રશ્નો ઉકલે. અટકેલો લાભ તથા બઢતીની તક મળે. ગૃહ જીવન માટે સાનુકૂળ તક સર્જાય. વિદ્યાર્થી માટે આવતી કાલે થોડી ચિંતા રહે.

તુલા (ર,ત) : માનસિક વેદના તથા વ્યથા વધે તેવો યોગ છે. મગજ ઉપર બરફ રાખી શાંત ચિત્તે િદવસ પસાર કરવો. કોર્ટ-કચેરીના કામમાં ફસાવવું નહીં. મનમાં પાર વિનાની મૂંઝવણ રહે.

વૃશ્ચિક (ન,ય) : મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાય તેવા સંજોગો છે. દિવસ દરમિયન પ્રગતિકારક બનાવ બને. કૌટુંબિક સમસ્યાઓ ઓછી થાય. પત્ની તરફથી
તથા સાસરિયા તરફથી કોઈ આકસ્મિક લાભ મળે.

ધન (ભ,ધ,ફ) : નોકરિયાત માટે બઢતીનો યોગ છે. માનસિક ચિંતા દૂર થાય. નાણાકીય સમસ્યા દૂર થાય. ગૃહજીવનમાં ગેરસમજને કારણે ઘર્ષણ વધે. સંતાનોની તબિયત જાળવવી. મોટું મૂડીરોકાણ ન કરવું. આપનો સમય ધીમે ધીમે સાનુકૂળ બને.

મકર (ખ,જ) : આવતી કાલના િદવસ દરમિયાન માનસિક તાણ પેદા થાય, પરંતુ ધિરજ ન ખોવાની સલાહ છે. અશાંતિ પણ અનુભવાય. નાણાકીય દૃષ્ટિએ આવક કરતા જાવક વધે.

કુંભ (ગ,શ,સ) : દાંપત્ય જીવનની સમસ્યા ઉકેલાય. પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ સર્જાય. આંધળું સાહસ ન કરવું. નહીંતર સમસ્યા સર્જાય. પ્રવાસમાં ધાર્યો લાભ મળે.

મીન (દ,ચ,ઝ,થ) : મિલન-મુલાકાતનો યોગ છે. અવિવાહિતોને સાનુકૂળ પ્રસ્તાવ મળે. ગુમાવાયેલી આવક પરત મળે તેવા યોગ છે. જમીન મકાનના કામમાં સાનુકૂળતા સધાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અટકેલા કામો તથા પ્રશ્નો ઉકેલાય.

You might also like