29 માર્ચનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકોનેે આવતી કાલનો દિવસ શાંતિપૂર્વક પસાર થાય. દિવસ દરમિયાન સુખચેનના સમાચાર મળે. કોઇ અણધારેલો લાભ થાય. નજીકના અગંત સ્વજન સાથે મુલાકાત થાય. સ્ત્રીઓ માટે આવતીકાલનો દિવસ ઉત્તમ પસાર થાય.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અનેકવિધ મુશ્કેલીઓ લઇને આવે. દિવસ દરમિયાન શાંતિ ડહોળાય તેવા બનાવો બને. નોકરીમાં બોસ તરફથી ઠપકો મળે. પત્નીનું આરોગ્ય બગડે.
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ રાહત આપનારો પસાર થાય. વિઘ્ન આવે પરંતુ ઇશ્વરની કૃપાથી તે વિઘ્ન ટળી જાય. આવેલા વિઘ્નથી મન અશાંત થાય. સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ.
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઘણાં આનંદના સમાચાર લાવનારો આ દિવસ છે. કોઇ મોટો લાભ થાય. પત્ની તથા સંતાનો તરફથી મનખુશ થાય તેવા સમાચારો મળે.
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કલ્પના બહાર તકલીફો સાથે આવે. એક સાંધતાં તેર તૂટે તેવો ઘાટ ઘડાય. બપોર પછી કોઇ અંગત સ્વજન સાથે મુલાકાત થાય. પરિણામે સાંજ પછી માનસિક શાંતિ મળે.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખુબ આનંદથી પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. પત્ની તરફથી આનંદના સમાચાર મળે.
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અકારણ ગુસ્સો લાવે. અશાંતિ અનુવાય. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન હળવું થાય.
ધન (ભ,ધ,ફ, ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલના દિવસ દરમિયાન કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા.
મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ આનંદમય પસાર થાય. દિવસ દરમિયાન કોર્ટ કચેરીના લફરાથી મુક્તિ મળે. પત્ની બાળકો તરફથી આનંદના સમાચાર મળે.
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલના દિવસ દરમિયાન માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ને ઉકેલાય તેવી શક્યતા.
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઘણી રાહત આપે તેવો પસાર થાય. વિદેશ ગયેલા સ્વજનો અચાનક આપને મળે. કોઇના તરફથી આર્થીક ધન લાભ થાય. પત્ની બાળકોને પ્રવાસે જવાનું થાય. નાના મોટો પ્રવાસ થાય તેવી શકયતા.

You might also like