27 માર્ચનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કોઇ શોકનો પ્રસંગ આપી જાય. શકય છે કે કોઇ માઠા સમાચાર મળે, જેનાથી તમારા દિલ પર અસર થાય. મગજ ઉપર બરફ રાખીને દિવસ પસાર કરવો.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કલ્પના બહાર આનંદનો પ્રસંગ આપી જાય, જેની આપણે વાટ જોતા હોઇએ તેમની સાથે મુલાકાત થાય. દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. સ્ત્રીઓ માટે પ્રતિકૂળ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ટેન્શન પસાર થાય. ન ધારેલા વિઘ્ન આવે. એક સાંધતાં તેર તૂટે તેવો સમય પસાર થાય. સ્ત્રીઓ માટે આનંદનો દિવસ છે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. ઓફિસમાં બોસ તરફથી આનંદ થાય તેવા સમાચાર મળે. પગારવધારા સાથે શકય છે કે બઢતી પણ મળે. સ્ત્રીઓ માટે મજાનો દિવસ.
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઘણી તકલીફો લઇને આવે. ન ધારેલા બનાવ બને. દિવસ આખો ખૂબ ટેન્શનમાં જાય. કોઇ આક‌િસ્મક પડવા, અાખડવાનો બનાવ બને. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ મજાનો જશે. કોઇના તરફથી લગ્નનો પ્રસ્તાવ આવે. સાંજ પછી પ્રવાસનો યોગ છે. આ પ્રવાસથી લાંબાગાળે કોઇ મોટો લાભ થાય. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ આનંદમાં પસાર થાય. આ રાશિના જાતકો ત્રાજવાની જેમ અસમતોલ સ્વભાવના હોવાથી કોઇ જગ્યાએ સ્થિ‌ર થાય નહીં, તેથી નાની-મોટી તકલીફો આવે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ મજાનો રહે. વાહન અકસ્માતથી બચવું. કોઇ નવું વાહન લેવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
ધન (ભ,ધ,ફ, ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ તકલીફજનક રહે. આર્થિક સંકડામણ રહે. કોઇની પાસે નાણાં માટે હાથ લાંબો કરવો પડે. બને ત્યાં સુધી વ્યાજે નાણાં લેવાં નહીં. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.
મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મધ્યમ છે. જો તમે શિવ ઉપાસક હો તો તેમની ઉપાસનાથી લાંબેગાળે ખૂબ લાભ છે. સવાર-સાંજ શિવ દર્શન કરવાથી લાંબાગાળે લાભ છે. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે.
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અનેકવિધ આનંદના સમાચાર લાવે. સંતાન તરફથી કોઇ ખુશ ખબર મળે. અવિવા‌િહત માટે લગ્નનો પ્રસ્તાવ આવે. બપોર પછી થોડો મૂડ આઉટ થાય પરંતુ સાંજે ખૂબ હળવાસ આવે.
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. વિદેશગમનનો યોગ છે. કોઇના તરફથી મોટો લાભ થાય.

You might also like