18 માર્ચનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અતિ ઉત્તમ છે. દિવસ દરમિયાન અનેક ફાયદા થાય. કોઈ આકસ્મિક શુભ પ્રસંગ બનતા આવનારા દિવસો સુધરી જાય. શિવજીની ઉપાસના શ્રેષ્ઠ છે. સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ. વિદ્યાર્થીઓએ ધ્યાનથી અભ્યાસ કરવો.
વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ સાનુકૂળ રહેશે. દિવસ દરમિયાન ન ધારેલા બનાવ બને. જે મોટે ભાગે આ રાશિના જાતકો માટે ફળદાયી છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખવી.
મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ન ધારેલા બનાવો બને તેવો છે. બની શકે કે તેમાં સુખદ દુઃખદ પ્રસંગો બને. સ્ત્રીઓ માટે શુભ દિવસ. પિયર પક્ષમાંથી કોઈ શુભ સમાચાર મળે.
કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ શુભ છે. દરેક દિશામાંથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં શુભ સમાચાર પ્રાપ્ત થાય. બઢતી તથા બદલીનો પણ યોગ છે.
સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. ઓફિસમાં બોસ તરફથી ઠપકો મળે અથવા આનંદના સમાચાર મળે. શક્ય છે કે પત્નિના પિયર પક્ષ તરફથી શુભ સમાચાર મળે.
કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કાંઈક અંશે સમસ્યાઓને લઈને આવે. વાહન કાળજીથી ચલાવવું. પડવા-વાગવાનો ડર રહે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. કોર્ટ કચેરીમાં ફસાવવું નહીં.
તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ મજાનો રહેશે. નાના મોટા પ્રવાસનો યોગ છે. આકસ્મિક ધન લાભ થાય. બપોર પછી હળવું ટેન્શન રહે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ.
વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. ન ધારેલા શુભ બનાવો બને. પુત્ર-પુત્રી તરફથી આનંદના સમાચાર મળે. ઓફિસમાંથી કોઈ સુખદ સમાચાર મળે. સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ છે.
ધન (ભ,ધ,ફ,ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ અનેક સમસ્યાઓ લઈને આવે તેવા યોગ છે. કોર્ટ-કચેરીના લફરામાં ફસાઈ જવાય તેવું પણ બને. એક સાંધતા ૧૩ તૂટે તેવો યોગ છે. વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાથી શુભ ફળ મળે.
મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ રાહતરૂપ રહે. બગડી ગયેલા કામ સુધરે તેવો યોગ છે. વિદેશ ગયેલ પુત્ર કે પુત્રી આકસ્મિક રીતે સુખરૂપ આવે. સ્ત્રીઓ માટે મધ્યમ દિવસ. સાંજ પછી ખૂબ રાહત રહે.
કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ કોઈ મોટો ધનલાભ લઈને આવે. શક્ય છે કે ક્યાંકથી આકસ્મિક ધનલાભ થાય. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ બપોર પછી રાહત આપે.
મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ સમગ્ર મહિનામાં ઉત્તમમાં ઉત્તમ ગણી શકાય. અગણિત લાભો સાથે આવતી કાલનો દિવસ આપના જીવનમાં શુભ સમાચાર લાવે. વિદ્યાર્થીઓએ ખંતથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે પિયરપક્ષ તરફથી કોઈ આનંદના સમાચાર મળે.

You might also like