9 માર્ચનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઠીક છે. દિવસ દરમિયાન કોઈ ભાગફોડની પ્રવત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે આવતી કાલનો િદવસ ઉત્તમ છે.

વૃષભ (બ,વ,ઉ) : આવતી કાલનો િદવસ આપના માટે શુભ છે. િદવસ દરમિયાન અનેક શુભ સમાચાર પ્રાપ્ત થાય. નોકરીમાં પ્રમોશનનો યોગ છે. ધંધામાં સારો નફો થાય. નાનો મોટો પ્રવાસ થાય. વિદ્યાર્થી માટે ઉત્તમ િદવસ. છે.

મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ અનેક સમસ્યાઓ લઈને આવશે. િદવસ દરમિયાન ખૂબ સંભાળીને કાળજીથી કામ કરો. કોર્ટ-કચેરીના ચક્કરમાં ફસાવવું નહીં. વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી.

કર્ક (ડ,હ) : ખૂબ ઉત્તમ દિવસ છે. મકાન-મિલકતની સમસ્યા ઉકેલાય.
પત્નીના આરોગ્યની ચિંતા રહે. સંતાનોની તબિયત જાળવવી. લાંબો પ્રવાસ કે પર્યટન હોય તો તે નાબૂદ રાખવાં. અધૂરાં કામકાજ પૂરા થાય. સાંજ પછી રાહત.

સિંહ (મ,ટ) : આવતી કાલનો િદવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. અટકેલા કામો પૂરા થાય. ક્યાંકથી આકસ્મિક લાભ મળે.
સાસરી પક્ષમાંથી કોઈ મહત્ત્વની કામગીરી પ્રાપ્ત થાય. તેના થકી લાંબે ગાળે કોઈ મોટો ફાયદો થાય.

કન્યા (પ,ઠ,ણ) : આર્થિક મૂંઝવણોમાંથી ઉકેલ મળે. નોકરિયાતોને સાનુકૂળ તક પ્રાપ્ત થાય. મકાન-સંપત્તિના પ્રશ્નો ઉકલે. અટકેલો લાભ તથા બઢતીની તક મળે. ગૃહ જીવન માટે સાનુકૂળ તક સર્જાય. વિદ્યાર્થી માટે આવતી કાલે થોડી ચિંતા રહે.

તુલા (ર,ત) : માનસિક વેદના તથા વ્યથા વધે તેવો યોગ છે. મગજ ઉપર બરફ રાખી શાંત ચિત્તે િદવસ પસાર કરવો. કોર્ટ-કચેરીના કામમાં ફસાવવું નહીં. મનમાં પાર વિનાની મૂંઝવણ રહે.

વૃશ્ચિક (ન,ય) : મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાય તેવા સંજોગો છે. દિવસ દરમિયાન પ્રગતિકારક બનાવ બને. કૌટુંબિક સમસ્યાઓ ઓછી થાય. પત્ની તરફથી તથા સાસરિયા તરફથી કોઈ આકસ્મિક લાભ મળે.

ધન (ભ,ધ,ફ, ઢ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ ખૂબ ઉત્તમ છે. પત્નીના પિયર પક્ષ તરફથી કોઈ દુઃખદ સમાચાર આવે. સ્ત્રીઓ માટે આવતી કાલનો િદવસ સુખદ નથી. સાચવીને કામ કરવું. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ.

મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ મિશ્ર ફળદાયક છે જેટલા સુખદ સમાચાર મળે તેટલા જ દુઃખદ સમાચાર મળે. ન ધારેલા બનાવ બને. અચાનક કોર્ટ-કચેરીના લફરામાં ફસાઈ જવાય. બને તેટલું સાચવવું

કુંભ (ગ,શ,સ) : કુંભ રાશિના જાતકો માટે ખૂબ ઉત્તમ છે. અવિવાહિતો માટે ક્યાંકથી પ્રેમ પ્રસ્તાવ અથવા વિવાહની વાત આવે. શકય છે કે મનગમતી કન્યા સાથે વિવાહ થાય.

મીન (દ,ચ,ઝ,થ) : મીન રાશિના જાતકો માટે આવતી કાલનો િદવસ શુભ ફળદાયક છે. કોઈ ધાર્મિક કાર્ય થાય. નાના-મોટા પ્રવાસનો યોગ પણ છે જેના થકી ભવિષ્યમા ખૂબ મોટો કોઈ લાભ થાય. વિદ્યાર્થીઓ તથા સ્ત્રીઓ માટે િદવસ અનેક આનંદના સમાચાર લાવે.

You might also like