તમારા રિલેશનશિપને સ્ટ્રોંગ રાખવા માટે બદલો આ આદતો

જિંદગીમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટે રિલેશનશિપનો ખૂબ મોટો ફાળો હોય છે. જો તમે તમામ રિલેશનમાં સારા છો, તો મગજ વધારે ક્રિએટિવ થઇ જાય છે કેમકે આ પરિસ્થિતિમાં તમે સૌથી વધારે કામ પર ફોકસ કરો છો. ત્યારે બીજી તરફ જો તમારા રિલેશન ખાસ કરીને તમારા લાઇફ પાર્ટનરની સાથે સારા નથી, તો તેની અસર કામ પર પણ પડે છે. જોકે, હાલની લાઇફમાં તમામ લોકો બિઝી જ રહે છે, એવામાં લાઇફ પાર્ટનર માટે સમય નીકાળવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ કેટલીક રોજિંદી આદતોને બદલાથી તમારું રિલેશનશિપ વધારે સ્ટ્રોંગ અને રોમેન્ટિક બની શકે છે. વેલેન્ટાઇન ડેના દિવસે અમે તમને આવી જ કેટલીક આદતો વિશે જણાવીશું…

રાત્રે ડેટ પર જાઓ:

જો તમારી જૉબને કારણે તમે દિવસમાં સમય નથી નીકાળી શકતા, ત્યારે તમે લાઇફ પાર્ટનરને રાત્રે ડેટ પર લઇ જાઓ. એટલે કે અઠવાડિયામાં 1-2 દિવસ તમે બહાર લઇને ડિનર કરી શકો છો. અથવા તો એવી જગ્યા પર તેણે લઇ જાઓ ત્યાં શાંતિથી તમે તેની સાથે વાત કરી શકો. આવું કરવાથી રિલેશનશિપ વધારે સ્ટ્રોંગ બને છે.

આકર્ષણ બનાવી રાખો:

લાઇફ પાર્ટનરની સાથે આકર્ષણ બનાવી રાખવું ખૂબ જરૂરી છે. લગ્ન પછી સમયની સાથે આકર્ષણ ઓછું થઇ જાય છે. જેનાથી રિલેશનશિપમાં અંતર આવવા લાગે છે. એવામાં દિવસે-દિવસે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થવા લાગે છે. એવામાં જરૂરી છે તમે પાર્ટનરના પ્રતિ એટ્રેક્શન બનાવી રાખવું જોઇએ, એ તમારે નક્કી કરવાનું છે આ કેવી રીતે શક્ય બનશે.

ફ્લર્ટ કરતા રહો:

જી હા, પાર્ટનરની સાથે ફ્લર્ટ કરવાથી રિલેશનશિપ સ્ટ્રૉન્ગ બને છે, જો તમે પહેલા પણ ફ્લર્ટ કરતા હતા, તો પછી આ આદત ભૂલી ગયા છો તો તે તમારા રિલેશનશિપને નબળું બનાવી શકે છે. એવામાં જરૂરી છે કે ક્યારેક-ક્યારેક તમારા પાર્ટનરની સાથે ફ્લર્ટ પણ કરો.

કૂંકિગ અને કિચનમાં કરો મદદ:

રિલેશનશિપ સ્ટ્રોંગ અને રોમેન્ટિક બનાવવા માટે તમારે તમારા પાર્ટનરને કુકિંગ અને કિચનમાં હેલ્પ કરવી જોઇએ. જો તમને કૂકિંગ નથી આવડતું તો તમે વાસણ સાફ કરવામાં, શાકભાજી કાપવામાં જેવી કામોમાં મદદ કરી શકો છો. કિચનમાં ટાઇમ સ્પેન્ડ કરવાની સાથે પણ રિલેક્સેશન મળે છે.

ટ્રાવેલ સાથે કરો:

જો તમારો લાઇફ પાર્ટનર પણ જૉબ કરતી હોય અને તેની ઑફિસ તમારા રસ્તામાં આવે છે તો તેણે સાથે ડ્રોપ કરી દો. જો તમે દરરોજ આ કામ નથી કરી શકતા તો તેણે ક્યારેક ક્યારેક ડ્રોપ કરો. આ સાથે જ 3-4 મહિનામાં 2-3 દિવસ માટે રજા લઇને બહાર ફરવા જઇ શકો છો. તમે સાથે જેટલો પણ ટાઇમ સાથે સ્પેન્ડ કરો છો એટલી રિલેશનશિપ વધારે રોમેન્ટિક થઇ જશે.

જૂની વાતો શૅર કરો:

તમારા લાઇફ પાર્ટનરની સાથે વાતો શૅર કરો. ઘણી વખત જૂની વાતો શૅર કરવાથી તમારું રિલેશનશિપ વધારે સ્ટ્રોન્ગ બની જાય છે. આ રીતે મસ્તી કરીને લાઇફ સ્પેન્ડ કરવાથી ફ્રેશ ફિલ થશે અને રિલેશનશિપ વધારે મજબૂત બનશે.

ગિફ્ટ આપો:

ગિફ્ટ એક એવી વસ્તુ છે જે તમારો મૂડ ચેન્જ કરી શકે છે. એવામાં જો તમને લાગે છે કે લાઇફ પાર્ટનરની સાથે કોઇ મનમુટાવ થયો છો તો ગિફ્ટ જરૂરથી આપો. ગિફ્ટ ભલે મોંઘી હોય તે મહત્વનું નથી, બને તો વિકેન્ડમાં સાથે મૂવી જોઇ ડિનર કરીને ગિફ્ટ આપવાથી તમારા રિલેશનશિપમાં વધારે તાજગી આવી જશે.

You might also like