હવે રોજ નક્કી થશે પેટ્રોલ-ડીઝલની કિંમત, 1 મેથી લાગુ થશે પાયલોટ પ્રોજેક્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની નવી તૈયારીના ભાગ રૂપે 1 મેથી દેશના પાંચ શહેરોમાં પેટ્રોલ અને ડીઝવની કિંમત પ્રતિદિન નક્કી થશે. હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 15 દિવસના અંતરાલે નક્કી થાય છે. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ડેલી ડાયનમિક પ્રાઇઝિંગના આધારે જાણી શકાશે. ન્યુઝ એજન્સી રાઇટર પ્રમાણે 1 મેએ પુડ્ડુચેરી, વાઇજેગ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિદિન નક્કી કરવામાં આવશે.

આ શહેરોમાં આ યોજના એક પાયલોટ પ્રોજેક્ટ રીતે લાગુ કરવામાં આવશે. આ શહેરોમાં તેની સફળતા બાદ આ યોજનાને દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ઉલ્લખનિય છે કે અત્યાર સુધી દેશમાં સરકારી તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય મુદ્રા બજાર અને ક્રૂડ ઓઇલ માર્કેટમાં ઉતાર-ચઢાવને આધાર બનાવીને પ્રતિ 15 દિવસે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ નક્કી કરે છે.

ભારતમાં સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ પેટ્રોલ અને ડીઝલ રેટનો 90 ટકા કરોબાર કરે છે. આ પાંચ શહેરોમાં આ કંપનીઓના લગભગ 200 પેટ્રોલ – ડીઝલ પંપ છે. જે પ્રતિદિન સવારે નવી નક્કી કરવામાં આવેલ કિંમત પ્રમાણે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરશે. સમગ્ર દેશમાંથી તેલ કંપનીઓએ આ પાંચ શહેર પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કર્યા છે. જ્યાં પ્રતિદિન ભાવ નક્કી કરવા સાથેની યોજના સાથે જોડાયેલી મુશ્કેલીઓને જાણી શકાય અને દેશમાં તેને લાગુ કરતા પહેલાં દૂર કરી શકાય.

http://sambhaavnews.com/

You might also like