વજન ઉતારવું હોય તો રોજ બદામ ખાઓ

જંકફૂડ ખાઈને ખાઈને વધી ગયેલું વજન ઘટાડવા માટે અાપણે શું શું નથી કરતાં જો તમે કોઈપણ ભોગે વજન ઉતારવા ઈચ્છતા હોય તો રોજ થોડી બદામ ખાવાનું રાખો. અમેરિકાના ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે રોજ જંકફૂડ કે અન્ય કચરા જેવો ખોરાક ખાવાના બદલે ૪૨ ગ્રામ અાખી બદામ ચાવીને ખાવામાં અાવે તો ત્રણ અઠવાડિયામાં વજન ઘટે છે. બદામ ખાવાથી શરીરમાં પ્રોટીનના ઈન્ટેકમાં વધારો થાય છે. સાથે સાથે શરીરમાં જતુ વધારાનું મીઠું ઓછું થાય છે અને શરીરમાં ચરબીનો ભરાવો ઓછો થાય છે.

You might also like