દલિત કાંડ પર દંગલ, પીડિત દલિત પરિવારને મળ્યા મુખ્યપ્રધાન

અમદાવાદઃ સીએમ આનંદીબહેન પટેલ ઉના અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારને મળવા પહોંચી ગયા છે. તેમની સાથે રમણભાઇ વોર, જસાભાઇ બારોટ અને જી.આર. અલોરીયા પણ પીડિતોને મળ્યા. આનંદી બહેનને જોતાની સાથે જ પીડિતો રડી પડ્યા હતા. આનંદી બહેને પીડિતોને તેમની બાજુમાં બેસાડીને તેમની વેદના સાંભળી છે. સાથે જ યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી છે. પીડિત દલિત પરિવારને મળ્યા પછી સીએમ આનંદી બહેન પટેલે પ્રતિક્રિયા આપી છે કે રાહુલ ગાંધી આવે કે કેજરીવાર આવે માનવતાના રંગને રાજકિય મુદ્દો ન બનાવવો જોઇએ.

ઉનાના સામઢીયાળા ખાતે દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારનો મામલો ઉગ્ર બની રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં વિવિધ સ્થળો પર દલિતો દ્વારા ઉગ્ર દેખાનો કરવામાં આવ્યાં હતા. તો 14 દલિત યુવાનોએ અલગ-અલગ જગ્યાએ ઝેરી દવા અને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો અમરેલીમાં પથ્થરમારામાં ઘવાયેલા એક કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયાનું મોત થયું હતું.  દલિતો પર થયેલા અત્યાચારને પગલે ભારતીય દલિત પૈન્થર સમાજ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

તો આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉનાની મુલાકાતે જવા નિકળ્યા હતા. ત્યારે માર્ગમાં મૃત પશુઓના અવશેષો નાખીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે વિવિધ રાજકિયપક્ષો પણ હસ્તપ્રેક્ષ કરી રહ્યાં છે. ત્યારે ગુરૂવારે 21 તારીખે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ દલિત યુવાનોની મુલાકાત લેશે. જ્યારે 23મીના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉના ખાતે ભોગ બનેલા દલિત યુવાનો સાથે મુલાકાત કરશે.

દલિત અત્યાચાર મામલે હાર્દિકે પણ પોતાનો સૂર રેલાવ્યો છે. હાલ તે ગુજરાત બહાર છે. પણ તેણે  ઉદયપુરમાં મંગળવારે જણાવ્યું કે, ” હું દલિતોના સમર્થનમાં છું, તેમના પર અત્યાચાર થયો છે અને તેમની જે માગો છે તે વાજબી છે.” હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અજંપા ભરી સ્થિતિ છે. કોઇ પણ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પહેલેથી જ પોલીસબંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે.

You might also like