પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો બીજા તબક્કાનો થયો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાનું ઉત્તર પ્રદેશથી પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો હતો. જ્યારે આજે બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગેસ અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રઘાનના હસ્તે કકરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CM આનંદી બહેન, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.

વડાપ્રધાન નરેદ્ર મોદીએ ગરીબી રેખા નીચેના 5 કરોડ પરિવારને નિશુલ્ક LPG કનેકશન મળે તે માટેની 8 હજાર કરોડની મહત્વકાક્ષી યોજના શરૂ કરી છે. ત્યારે આજે દાહોદમાં ઉજ્જવલા યોજના હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપ અધ્યક્ષ અમિતશાહએ સંબોધન કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાને ગરીબ લોકોને ગેસ કનેક્શન માટેની ગિફ્ટ આપી છે. ગુજરાતમાં 40 લાખ એલપીજી કનેક્શન આપવામાં આવશે. તેમજ વડાપ્રધાને 13 કરોડ રૂપિયાની બચત કરી છે.

આ ઉપરાંત સંબોધન કરતાં વધુમાં જણાવ્પયું હતું કે પહેલા કાળા બજારી થતી હતી પરંતુ તે અટકાવવાનું કામ વડાપ્રધાને કર્યું છે. તેમજ અધ્યક્ષ અમિતશાહે ઉજ્જૈનમાં સિહંસ્થ મહાકુંભ વ્યવસ્થા માટેની પણ અમિત શાહે સરાહના કરી હતી. વડાપ્રધાનની અપીલ બાદ 1 કરોડથી વધારે લોકોએ સબસિડી છોડી દીધી. આ કાર્ય મહિલા સશક્તિકરણનું કાર્ય છે. મહિલાઓનું સ્વાસ્થય સુધરશે.

તેમજ તેઓએ વધુમાં જણાવ્યુયું હતું કે યુપીએની સરકાર ખાલી તિજોરી આપીને ગઇ હતી. આવી સ્થિતિમાં વિકાસ કરવો મુશ્કેલ હતો. એનડીએ સરકારે વિકાસ કર્યો તેનું ઉદાહરણ ઉજ્જવલા યોજના છે. દેશની ગરીબી મહિલાઓના ઘરમાં નવું જીવન શરૂ થશે. લાલબહાદુર શાસ્ત્રીની જેમ પીએમની વાત પણ લોકોએ માની છે.

You might also like