મોરૈયાના દહીંવડા

સામગ્રી:
100 ગ્રામ બાફેલો મોરૈયો
3 ચમચી શિંગોડા નો લોટ
1 કપ ગ્રીન ચટણી
1 કપ ખજુર-આંબલી ની ચટણી
1 કપ મસાલા વાળું દહીં

રીત: સૌ પ્રથમ બાફેલો મોરૈયો લઇ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરો. ત્યાર બાદ તેના ગોળા વાળો, ત્યાર બાદ તેને તેલમાં તળી લો. બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા. હવે તેને એક પ્લેટ માં ઠંડા કરવા માટે મૂકો પછી સહેજ દબાવવા અને ટીક્કી જેવો આકાર આપવો. પછી તેમાં ગ્રીન ચટણી ( સિંગ, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ), ખજુર-આંબલી ની ચટણી અને મસાલા વાળુ દહીં ( મીઠું-મરચું -ખાંડ ) એડ કરવું અને કોથમીર નાખી સર્વ કરવું .

You might also like