22 સપ્ટેમ્બરથી શરૂ થશે ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ આગામી 22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. 2015માં કોરિયા ખાતે 4000 ટનનું બનેલું વોયેજ સીમ્ફોની નામનું આ જહાજ હવે પેસેન્જર અને વાહનો સાથેનું ખરા અર્થમાં રો રો ફેરી સર્વિસમાં શરૂ થશે.

જેમાં 60 ટ્રક , 35 બસ સાથે 525 જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવજાવ કરી શકશે .ભાવનગરથી દહેજ વચ્ચે બાય રોડનું અંતર 6 કલાકથી પણ વધુ છે.પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર ઘટી જાય છે.

રો રો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈક જશે. રો રો ફેરીમાં ગુડઝની સાથોસાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારે કલાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ,એક્ઝિક્યૂટિવ કલાસ, ઇકોનોમિ કલાસનો સમાવેશ થાય છે.

ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરશે જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે.

You might also like