દહેજમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ગામ ખાલી કરાયુ

ભરૂચઃ ગત મોડી રાત્રે દહેજમાં કેમિક કંપનીમાં આગની ઘટના સામે આવી છે. આગને કાબુમાં લેવા માટે 15થી વધારે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર છે. મોડી રાત્રે લાગેલી આગ હજી સુધી કાબમાં આવી નથી ત્યારે કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે બાજુના ગામને ખાલી કરી દેવામાં આવ્યું છે. આગ એટલી ભયાનક છે કે ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગ લાગેલી કંપનીની આજુબાજુની કંપનીમાંથી પણ લોકોને બહાર જવા દેવામાં આવ્યાં છે.

દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગી હતી. આગને કાબૂ મેળવવા માટે રાત્રે જ 10 ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતાં જોકે આગ કાબૂમાં ન આવતાં વધારે ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ પણ કંપનીમાં લાગેલ આગ કાબૂમાં આવી નથી. આગને કારણે બાજુમાં આવેલ NOCIL અને GACLએ સાવચેતીના પગલાં રૂપે પોતાની કંપનીના પ્લાન્ટ બંધ કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like