દાદા સાહેબ ફાલકેનો આજે જન્મ દિવસ

ભારતીય ફિલ્મ જગતમાં દાદાસેહબ ફાલકેનું નામ ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તેઓ ભારતની ફિલ્મી દુનિયાને શરૂ કરનાર એક મહાન દિગ્ગજ છે. જેમનો જન્મ 30 એપ્રિલ 1870માં થયો હતો. તેમની પહેલી ફિલ્મ રાજા હરીશચંદ્ર (1913) દેશની પહેલી લાંબી ફિલ્મ હતી. વર્ષ 1937 સુધી 19 વર્ષના કરિયરમાં તેમણે 95 ફિલ્મો અને 26 શોર્ટ ફિલ્મો બનાવી હતી.

લિથોગ્રાફી અને ઓલિયોગ્રાફમાં તેમણે મહારથ હાસિલ કર્યો છે. જાણાતી પેન્ટર રાજા રવિ વર્માની સાથે તેમણે કામ કર્યું છે. એક ફોટોગ્રાફર તરીકે તેમણે તેમની કારકિર્દી શરૂ કરી હતી. ભારતિય સિનેમામાં તેમના નામ પર આપવામાં આવતો દાદાસાહેબ ફાલકે પુરસ્કાર ખુબ જ સન્માનિત છે. દાદા સાહેબમાં કલા પ્રત્યે અનેરૂ જૂનુન હતું. તેમણે ધાર્મિક ફિલ્મો સાથે એક્શન ફિલ્મો પણ બનાવી હતી. દાદા સાહેબનું અભૂતપૂર્ણ યોગદાન ઇન્ડસ્ટ્રિમાં રહ્યું છે.

ત્યારે વર્ષ 1970માં દાદા સાહેબના 100માં જન્મ દિવસ પર ભારત સરકારે ફિલ્મ ક્ષેત્રમાં તેમના ઉમદા યોગદાન બદલ તેમના નામ પર દાદા સાહેબ ફાલકે પુરસ્કારની શરૂઆત કરી. ફિલ્મ અભિનેત્રી અને નિર્માત્રી દેવિકા રાની ફિલ્મ જગતમાં આ સર્વોચ્ચ સનમાન પ્રાપ્ત કરનાર પ્રથમ કલાકાર હતી. દાદા સાહેબે તેમના ત્રણ દશકના ફિલ્મી કરિયરમાં અનેક શાનદાર ફિલ્મો આપી હતી. વર્ષ 1937માં પ્રકાશિત થયેલી ફિલ્મ ગંગાવતારમ દાદ સાહેબની અંતિમ ફિલ્મ હતી. આ ફિલ્મ બહુ ચાલી ન હતી અને તેનો દાદા સાહેબને ખૂબ જ અફસોસ હતો. ત્યાર બાદ તેમણે ફિલ્મ જગતમાંથી સન્સાય લઇ લીધો હતો.

You might also like