ડબ્બા ટ્રેડિંગની બોલચબાલાઃ ૧૫ દિવસમાં સટોડિયાઅોઅે ૨૦૦ કરોડ ગૂમાવ્યા

અમદાવાદ: સટ્ટાબાજીને પણ ઝાંખી પાડી દે તેવો કારોબાર ડબ્બા ટ્રેડિંગનો છે. આશ્ચર્યજનક રીતે સમગ્ર શહેરમાં અનેક ઠેકાણે ડબ્બા ટ્રેડિંગના કેન્દ્રો ધમધમી રહ્યાં હોવા છતાં ‘બે નંબરનો ધંધો ભાગ્યે જ પોલીસની નજરે પડે છે અને જવલ્લે જ આરોપીઓ પકડાય છે.’ એટલું જ નહીં પોલીસથી બચવા માટે ડબ્બા ટ્રેડરોએ શેરોના ભાવોમાં વધ ઘટ થાય તે જ પ્રમાણેનું સોફ્ટવેર પણ નખાવી દીધું છે. જેના લીધે એક તબક્કે એમ લાગ કે, ટર્મિનલ જ ચાલી રહ્યું છે.

છેલ્લા પંદર દિવસમાં એક ગ્રૂપના શેરોમાં આવેલી ભારે ઊથલપાથલના કારણે અમદાવાદ શહેરમાં જ આશરે ૨૦૦ કરોડ સટોડિયાઓએ ગુમાવ્યા છે. જેના લીધે ગેકાયદે ડબ્બા ચલાવનારનાઓએ ઉઘરાણી માટે બાઉન્સરો રાખવાનું ચાલુ કર્યું છે. ખરેખર પોલીસને આર્થિક ગુના બાબતે ટ્રેનિંગ આપવી ખૂબ જ જરૂરી હોવા છતાં તે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી નથી. જેના લીધે આવા ગુના આચરતાં તત્ત્વો બેફામ બની ગયાં છે. અમદાવાદ શહેરમાં નાના મોટા એક હજારથી વધુ ડબ્બા ટ્રેનિંગના ધંધો કરી રહ્યા છે. જેના લીધે કેન્દ્ર સરકારને ટેક્સરૂપે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કેટલાક ઓપરેટરો પાસે એ ગ્રૂપમાં લાઈનના સોદા આવતા હોવાથી મોટા ડબ્બા ઓપરેટરને ત્યાં મોટી પોઝિશન ઊભી કરીને ટર્મિનલમાં ભાવ પાડીને મોટી રકમ ડબ્બા ઓપરેટરના ત્યાંથી સેરવી જતા હતા. જેના લીધે ડબ્બા ઓપરેટરો લાઈનના સોદાનું વલણ ચૂકવવાનું બંધ કરી દીધું છે. જ્યારે કેટલાક ઓપરેટરો ડબ્બામાં એક જગ્યાએ ખરીદીની મોટી પોઝિશન ઊભી કરતા હોય છે. બીજી તરફ વેચાણની મોટી પોઝિશન ઊભી કરીને જે જગ્યાએ નાણાં લેવાના હોય ત્યાં રોકડા લઈ લેતા હોય છે. જ્યાં નાણાં આપવાના થાય ત્યાં ઉઘરાણીમાં આવેલી મિલકતો આપીને નિકાલ કરી રહ્યા છે.

ટર્મિનલ-ડબ્બામાં શો ફેર?
ટર્મિનલ ઉપર કંપનીના જે ભાવ ચાલતા હોય તે ભાવથી ગ્રાહકોના સોદા કાગળ ઉપર લખવામાં આવે છે અને આ સોદા કાગળ પર જ સુલટાવવામાં આવે છે. કાગળ પર લખવામાં આવતા સોદાઓમાં માત્ર ‘એ’ ગ્રૂપની કંપનીઓનો જ સમાવેશ થતો હોય છે, એટલે ટર્મિનલ પર ભાવ જોઈને સોદા લખાય છે, પરંતુ શેરબજારમાં આ સોદાઓનું અસ્તિત્ત્વ હોતું નથી. કાગળ ઉપર થયેલા સોદાનો હિસાબ દર શનિવારે થાય છે. જેમાં થયેલા શેરોના સોદા માટે કોઈ અેડ્વાન્સ રૂપિયા આપવાના રહેતા નથી. તેમજ કોઈપણ સરકારી કર ચૂકવવો પડતો નથી. જ્યારે ટર્મિનલ ઉપર સોદા કરવા માટે દલાલને માર્જિન મની આપ્યા પછી જ સોદા થાય છે. તદ્ઉપરાંત સરકારી કર પણ લાગુ પડે છે. આ સોદા મહિનાના છેલ્લા ગુરુવાર સુધીમાં સુલટાવવામાં આવે છે.

નવા કાયદા હેઠળ ૨૫ કરોડના દંડની જોગાવાઈ
સિક્યોરિટી કોન્ટ્રાક્ટર રેગ્યુલેશન એક્ટ ૨૩(૧) (એફ)ની જોગવાઈ મુજબ આ કેસના આરોપીઓને દસ વર્ષની સજા અને રૂ.૨૫ કરોડ સુધીનો દંડ થઈ શકે છે. કાયદાકીય જોગવાઈ મુજબ આ પ્રકારના ગંભીર કેસ સેશન્સ કોર્ટમાં ચાલવા જોઈએ.

હવે બેનંબરીઓ ખાનગીમાં બેસીને કારોબાર ચલાવી રહ્યા છે. જેમાં કેટલીક જગ્યાએ વહીવટદાર મારફતે પોલીસમથકમાં સેટિંગ કરી રાખ્યા છે. નવાઈની વાત તો એ છે કે, નવા કાયદા હેઠળ હજુ સુધી એક પણ કેસ સેશન્સ કોર્ટમાં ચાલુ થયો નથી.

શહેરમાં ઠેર ઠેર ધમધમે છે કારોબાર, પરંતુ…
અમદાવાદ શહેરમાં પાલડી, સહજાનંદ કોલેજ પાસે, અાંબાવાડી, સ્વસ્તિક ચાર રસ્તા, વસ્ત્રાપુર લેક, બાપુનગર, રતનપોળ, મીઠાખળી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, મણિનગર સહિત એક હજાર જગ્યાએ નાના મોટા ડબ્બાઓ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ડબ્બા ટ્રેડરોએ ટર્મિનલ ચાલતું હોય તેવું સોફ્ટવેર નખાવી દીધું છે. જેના લીધે પ્રથમ તો એમ જ લાગે કે ટર્મિનલ જ ચાલી રહ્યું છે. મોટાભાગે ડબ્બામાં યંગસ્ટર એ ગ્રૂપના શેમાં રમતા હોય છે. જેમાં મોટી હાર જીત થતી હોય છે. જો યંગસ્ટરને નાણાં ચૂકવવાના આવે તો કોઈનું દબાણ લાવીને ૩૦થી ૫૦ ટકામાં સેટલમેન્ટ કરતા હોય છે અને જો ડબ્બા ચલાવનાર પાસે નાણાં લેવાનાં થાય તો બે થી ત્રણ ટકા ડિસ્કાઉન્ટ કરીને રોકડા મેળવી લેતા હોય છે.

યોગ્ય કાર્યવાહી થશે પણ ક્યારે?
ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદે ધંધા અંગે હાથ ધરવામાં આવતી કાનૂની કાર્યવાહીમાં સીઆઈડી ક્રાઈમ પાસે સ્ટાફનો અભાવ હોવાથી કોઈ કેસ કરી શકતું નથી. સેબી દ્વારા વખતો વખત પોલીસને પત્રો લખ્યા હોવા છતાં સીઆઈડી ક્રાઈમ વર્ષમાં એકાદ કેસ કરીને સંતોષ માની રહી છે. સીઆઈડી ક્રાઈમના એક અધિકારી નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, સિક્યોરિટી કોન્ટ્રાક્ટર રેગ્યુલેશન એક્ટના કાયદા અંગે તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી માટેના તાબાના અિધકારીઓ સહિત સંબંધિત વ્યક્તિઓને જાણ કરવામાં આવશે. જ્યારે અમદાવાદ શહેર પીસીબી દ્વારા શહેરમાં ઉપરા છાપરી રેડ કરીને કેસો કરવામાં આવ્યા હતા. પરંતુ પાછળથી પોલીસને મલાઈ મળવાનું શરૂ થતા હવે માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માની રહી છે.

You might also like