દબંગ સ્ટાર સલમાનખાને કહ્યું ‘શમશેર ભાઈ અમારા બોસ છે’

સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ઇદ પર રિલીઝ થનાર આ ફિલ્મ વર્ષની સૌથી મોટી
બ્લોકબસ્ટર સાબિત થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ફિલ્મના 5 અભિનેતાના ચહેરાઓ સામે આવી ચુક્યા છે.
હવે આ ફિલ્મમાં અનિલ કપૂરનો ચહેરો પણ સામે આવી ગયો છે.

તાજેતરમાં સલમાનખાને ટ્વીટ કર્યું છે કે, ‘શમશેર ભાઈ અમારા બોસ છે’ આ પહેલાં ફિલ્મના અન્ય કલાકારો જેમ કે,
સલમાન ખાન, બોબી દેઓલ, જેકલીન, સાકીબ સલીમ અને ડેજી શાહના પોસ્ટર રિલીઝ થઈ ગયા છે. બધા ચહેરાઓ
ચાહકોને ખુબ ગમ્યા છે.

સલમાન ખાનના પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મે રિલીઝથી પહેલા જ કરોડોની કમાણી કરી લીધી છે. મળતી માહિતી
મુજબ ફિલ્મના સેટેલાઈટ રાઇટ્સ 150 કરોડમાં વેચાણા છે, તે વેચાવાને કારણે આ ફિલ્મ બધાથી વધારે કમાણી કરનાર
ફિલ્મો માંથી એક બની ચુકી છે. સલમાનની ફિલ્મ હોવાથી તેના રાઇટ્સ પણ મોંઘા વેચાણા છે.

માહિતી મળી રહી છે કે, ફિલ્મ માટે પહેલાં 75 કરોડની ઓફર આવી હતી, પરંતુ તેને નકારવામા આવી હતી. સલમાને
પણ ફિલ્મની કમાણી અને સેટેલાઈટ પ્રોફિટનો ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આમાં ડિરેક્ટર રમેશ તોરાની પ્રાઇઝ
ઘટાડવાના મૂડમાં બિલકુલ ન હતા.

You might also like