દબંગ ગર્લ હવે લેશે કોમેડી ફિલ્મનો સહારો…

દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી બોલિવૂડને ઘણી ફિલ્મો આપી છે, તેમાંથી મોટા ભાગની ફિલ્મો હિટ રહી અને તેની એક્ટિંગ પણ લોકોને ગમી છે. હવે તે આગામી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની સાથે-સાથે ‘કલંક’ અને ‘દબંગ-૩’માં જોવા મળશે.

આ ફિલ્મોમાં તેની ભૂમિકા દમદાર હોવાની સાથે-સાથે તેને બોલિવૂડના ટોપ કલાકારો સાથે કામ કરવાનો મોકો પણ મળ્યો છે. ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ સાથે તેણે ફુલ કોમેડી ઝોનરમાં એન્ટ્રી કરી. તે કહે છે કે આ મારા માટે ખૂબ જ સારો અનુભવ રહ્યો. વર્ષ ૨૦૧૬માં આવેલી હિટ ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ની તે સિક્વલ છે. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોને દર્શાવાયા છે. આ ફિલ્મમાં સોનાક્ષી સાથે ડાયના પેન્ટી પણ છે.

સોનાક્ષી સાથે હવે આવતા વર્ષની અવેઇટેડ ફિલ્મ ‘કલંક’ પણ જોડાઇ ગઇ છે. તે કહે છે કે હું આ ફિલ્મનો ભાગ બનીને ખૂબ ખુશ છું, કેમ કે તેની સ્ટાર કાસ્ટ શાનદાર છે. આશુતોષ ગોવા‌િરકરે મરાઠી ફિલ્મ ‘આપલા માનૂસ’ની હિંદી રિમેક માટે કરીના સાથે વાત કરી હતી, પરંતુ તેની સાથે વાત ન બની શકી.

બેબોએ રિમેકનો ભાગ બનવાનો ઇનકાર કર્યો. કરીના પાસેથી ના સાંભળ્યા બાદ તેમણે સોનાક્ષીનો સંપર્ક કર્યો. તેને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી પણ હજુ કંઇ ફાઇનલ થયું નથી. સલમાન ખાનની ‘દબંગ-૩’ પર પણ બહુ જલદી કામ શરૂ થશે. ફિલ્મમાં તેનો લુક એકદમ નવો હશે.

સોનાક્ષીએ અત્યાર સુધી સલમાન ખાન અને સૈફ અલી ખાન સાથે કામ કર્યું છે, પરંતુ તેને શાહરુખ અને આમિર સાથે કામ કરવાનો મોકો મળ્યો નથી. તે કહે છે કે કિસ્મત સાથ આપશે તો તે શક્ય બનશે. •

You might also like