ડીઅે ૧૨૫ ટકા કરવાની તૈયારીમાં સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઅોનું મોંઘવારી ભથ્થું ૬ ટકા સુધી વધારી શકે છે. હાલમાં કર્મચારીઅોને ૧૧૯ ટકા ડીએ મળે છે. જે વધીને ૧૨૫ ટકા થઈ શકે છે. ડીઅે વધવાના કારણે એક કરોડથી વધુ કર્મચારીઅો અને પેન્શનર્સને ફાયદો થશે.

સેન્ટ્રલ ગવર્નમે્ન્ટ અેમ્પ્લોઈઝ અેન્ડ વર્કર્સના પ્રેસિડેન્ટ કે કે એન કુટ્ટીઅે કહ્યું કે ૨૦૧૫માં જાન્યુઅારીથી ડિસેમ્બર સુધી સીપીઅાઈ-ઇન્ડસ્ટ્રિયલ લેવલની એવરેજ ૬.૭૩ ટકા હતી તેને ધ્યાનમાં રાખતાં સરકારે ડીએને છ ટકા વધારી શકે છે.  સરકાર નવા ડીએનો એક જાન્યુઅારી ૨૦૧૬થી લાગુ કરશે. તેનો ફાયદો કેન્દ્રના ૪૮ લાખ કર્મચારીઅો અને ૫૫ લાખ પેન્શનર્સને મળશે. ડીઅે બેઝિક પે પર કેલ્ક્યુલેટ થશે. કુટ્ટીઅે કહ્યું કે ડીઅે વધારવાની પ્રપોઝલને નાણાં મંત્રાલય પાસે મોકલી દેવાઈ છે. કેબિનેટની ગ્રીન સિગ્નલ મળ્યા બાદ તેને લાગુ કરાશે.

વર્કર્સ એસોસિયેેશનના પ્રેેસિડેન્ટ કુટ્ટીઅે કહ્યું કે મોંઘવારીના દરને જોતાં ડીએનો વધારો ખૂબ અોછો છે. હાલમાં રિટેલ મોંઘવારી દર ૨૨૦થી ૨૪૦ની વચ્ચે છે પરંતુ અમને માત્ર ૧૨૫ ટકા ડીઅે મળશે. સરકાર વર્ષમાં બે વખત ડીઅે અાપે છે. જેના માટે છેલ્લા એક વર્ષના મોંઘવારી અેવરેજને ગણવામાં અાવે છે. અા પહેલાં સરકારે સપ્ટેમ્બર ૨૦૧૫માં ડીઅેમાં છ ટકાનો વધારો કર્યો હતો. અા પહેલાં તે ૧૧૩ ટકા હતું જે ૧૧૯ ટકા કરાયું હતું. અા વધારો ૧ જુલાઈ ૨૦૧૫થી લાગુ પડશે.

You might also like