ચૂંટણી અગાઉ CM વીરભદ્રની રૂ.5.6 કરોડની સંપત્તિ કરાઇ જપ્ત

વિધાનસભા ચૂંટણીની જાહેરાતનાં ઠીક એક દિવસ બાદ મની લોન્ડ્રીંગ મામલે પ્રવર્તન નિર્દેશાલય(ED)એ હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનાં પુત્ર, પત્ની અને દીકરીનાં વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

શુક્રવારે કરવામાં આવેલ આ કાર્યવાહી દરમ્યાન ઇડીએ વીરભદ્રનાં પરિવારની રૂ.5.6 કરોડની સંપત્તિને કબ્જે કરી લીધી છે. આમાં વીરભદ્રનાં પુત્ર વિક્રમાદિત્યનાં દિલ્હીમાં આવેલ ડેરામંડી સ્થિત રૂ.4.2 કરોડનું ફાર્મ હાઉસ પણ શામેલ છે. મની લોન્ડ્રિંગથી સંબંધિત વર્ષ 2015માં ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલ કેસ બાદ અત્યાર સુધી વીરભદ્ર પરિવારની રૂ.40 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ઇડી દ્વારા આપવામાં આવેલ જાણકારીનાં આધારે શુક્રવારની કાર્યવાહી દરમ્યાન સિદ્ધાર્થનાં દિલ્હીમાં આવેલ ફાર્મ હાઉસ મેસર્સ તારિણી ઇન્ટરનેશનલનાં નામ પર છે. આ સિવાય વાપી, ગુજરાતમાં મેસર્સ તારિણી ઇન્ફ્રા દમણગંગા પરિયોજનાની કેટલીક પરિસંપત્તિઓને પણ જપ્ત કરવામાં આવી છે.

વિક્રમાદિત્ય અને એમની બહેન અપરાજિતા સિંહનાં નામ પર રૂ.64 લાખ રૂપિયાનાં શેર તથા અપરાજિતા સિંહ અને વીરભદ્રની પત્ની પ્રતિભા સિંહનાં નામ પર રૂ.80 લાખનાં બેંક એફડી સહીત અન્ય કેટલાંક ખાતાઓ પણ કબ્જે કરી લેવામાં આવ્યાં છે.

You might also like